Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 7
________________ છે, જે આજે વ્યવહારમાં નવકાર તરીકે પ્રચલિત છે. એટલે નમસ્કાર ઉપરથી નવકાર શબ્દ બનેલ છે. પરમેષ્ઠી આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ પાંચ પદોને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પરમ એટલે ઊંચામાં ઊંચું સ્થાન. જેઓ ઊંચામાં ઊંચા સ્થાનમાં બિરાજમાન છે, તેઓને પરમેષ્ઠી કહેવામાં આવે છે. દેવ, ગુરુ અને ધર્મ આ નવકારમંત્રમાં પહેલું અને બીજું પદ દેવને (પરમાત્માને) દર્શાવે છે. ત્રીજું, ચોથું તથા પાંચમું પદ ગુરુને દર્શાવે છે અને બાકીનાં ચાર પદો ધર્મને જણાવનારાં છે, એમ આ નવકારમંત્રમાં દેવ, ગુરુ અને ધર્મ એમ ત્રણે તત્ત્વો સમજાવ્યાં છે. પરમાત્મા જૈનધર્મમાં દેવને પરમાત્મા', ભગવાન, ઇશ્વર, પ્રભુ, જિનેશ્વર વગેરે વિશેષણોથી ઓળખવામાં આવે છે. પરમાત્મા થનારા તમામ જીવો સંસારમાંથી જ ઉત્તમ ધર્માચરણ વડે પોતાના આત્માને પવિત્ર બનાવીને પરમાત્મા બને છે. સંસારમાં અનેક જન્મોમાં ફરતાં ફરતાં અંતે માનવભવ પ્રાપ્ત કરીને વીતરાગ બની, સર્વજ્ઞ થઇ પરમાત્મા બને છે. વીતરાગ અને સર્વજ્ઞા આ પરમાત્માઓની વિશેષતા એ છે કે તેઓ પોતાની પાસે સ્ત્રી, શસ્ત્ર, ધન કે અલંકારાદિ કાંઇપણ રાખતા નથી, એટલું જ નહીં બલ્ક સ્ત્રી, સંપત્તિ કે શસ્ત્ર તરફ કોઇપણ પ્રકારની મમતા રાખતા નથી કે એને માટે કોઇપણ પ્રકારની ઇચ્છા કે મૂર્છા રાખતા નથી. ૧ પરમાત્મા = ઊંચામાં ઊંચો આત્મા, ૨ ઉત્તમ = શ્રેષ્ઠ, સારામાં સારું. ૩ ધર્માચરણ = ધર્મનું આચરણ. ૪ પવિત્ર = શુદ્ધ, દોષ વગરનું. ૫ વીતરાગ = રાગ-દ્વેષ વિનાના. ૬ સર્વજ્ઞ==ણે કાળનું સર્વ જાણનારા. ૭ અલંકારાદિ =ધરેણાં દાગીના વગેરે. ની પ્રતિક્રમણ સૂત્ર ૩ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252