________________
નમસ્કાર મહામંત્ર ધર્મની ગહનતાને શબ્દોના માપદંડથી માપવી શકય નથી.
ધર્મનાં સૂત્રોને અનુભવની એરણે ઓળખ્યા પછી જ એની સમજણ સાંપડે !
એમાંય જૈનદર્શનની ગહનતાને પામવી તો વિશેષ કપરી છે.
બીજી બાજુ દેશ-વિદેશમાં જૈનધર્મને જાણવાની જિજ્ઞાસા પ્રબળ બનતી જાય છે. જૈન તત્ત્વદર્શનને પામવાની અને એની વ્યાપકતા સમજવાની આતુરતા જોવા મળે છે. આવે સમયે સાચી સમજણ હોય તો ધર્મક્રિયામાં પણ વિશેષ રસ અને ઉત્સાહ જાગે.
આથી જૈનધર્મનાં પ્રાથમિક તત્ત્વોને જાણવાની ઇચ્છાવાળા આત્માર્થી જીવોને અનુલક્ષીને આ ગ્રંથશ્રેણીનું આયોજન કર્યું છે. આધ્યાત્મિક તત્ત્વોના ઉપદેશનું વ્યવહારુ સ્વરૂપ જૈનધર્મે ઘડી આપ્યું છે. આ આધ્યાત્મિકતાનો સંસ્પર્શ જીવનને નવી દિશા દેખાડે છે. ભૌતિક સમૃદ્ધિની એક મર્યાદા છે. બાહ્ય જીવનની સીમા છે. એને પાર આધ્યાત્મિક જીવ અપાર ઉલ્લાસ આપે છે અને સાધકને મોક્ષના સોપાન પર આગળ ધપાવે છે ! આ પુસ્તકમાં અમે નવકારમંત્રથી મૂળસૂત્રો ઉપર અર્થો આપ્યા છે, એને ભાવાર્થ સમજાવ્યા છે. વળી પ્રત્યેક સુત્ર પર ધર્મચર્ચા કરીને એનો મર્મ પ્રગટ કર્યો છે ! ક્યાંક સંશયના સમાધાન માટે કે જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે પ્રશ્ન અને ઉત્તરની રીતે પણ આલેખન કર્યું છે.
આજે ક્યાંક ધર્મને નામે વિપરીત પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે! ક્યાંક આડંબર, ઉત્સવો, પ્રસિદ્ધિ કે પૈસામાં રાચવામાં આવે છે! જડતા કે બંધિયારપણે નિરખવા મળે છે, આવે સમયે સરળ ભાષામાં, રોચક દૃષ્ટાંતો અને રસાળ શૈલીનાં સૂત્રો સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે, જે વાચકને, સાધકને ધર્મતત્ત્વની ઝાંખી કરાવશે.
રીતે પ્રતિક્રમણ સૂત્ર - ૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org