________________
પ્રસ્તાવના
પરમાત્માના શાસનમાં જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો પરસ્પર સહયોગ એજ મુક્તિનો ઉપાય છે. જ્ઞાન એ ક્રિયા વડે જ શોભા પામે છે અને ક્રિયા એ જ્ઞાનપૂર્વકની હોય તો જ કલ્યાણનો હેતુ બને છે. છ આવશ્યક ક્રિયામાં પ્રતિક્રમણ” એ ચતુર્વિધ સંઘનું પરમ આવશ્યક કર્તવ્ય છે. અવશ્ય કરવા યોગ્ય જે હોય તે આવશ્યક કહેવાય છે. પ્રતિક્રમણ કુલ પાંચ છે. રાત્રિના પાપોની આલોચના રૂપે પ્રાતઃકાલે કરાતું પ્રતિક્રમણ એ રાઇઅ પ્રતિક્રમણ કહેવાય છે. દિવસના પાપોની આલોચના રૂપે સાયંકાલે કરાતું પ્રતિક્રમણ તે દેવસી પ્રતિક્રમણ કહેવાય છે. આ પ્રતિદિનના પ્રતિક્રમણ હોવાથી તેમાં આવતાં સૂત્રોનું અધ્યયન અત્યંત ઉપયોગી છે. પંદર દિવસે પ્રત્યેક ચૌદસે કરાતું પ્રતિક્રમણ તે પદ્ધિપ્રતિક્રમણ, કારતક, ફાગણ અને અષાઢ માસની શુક્લપક્ષની ચૌદસે કરાતું પ્રતિક્રમણ તે ચોમાસી પ્રતિક્રમણ અને પજુસણના અંતિમ દિવસે ભાદરવા સુદ ૪નું કરાતું પ્રતિક્રમણ તે સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કહેવાય છે.
દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં નવકારમંત્રથી સકલ તીર્થ સુધીનાં સૂત્રો શુદ્ધ રીતે કંઠસ્થ કરાવ્યાં હોય અને તેના અર્થો તથા મર્મો જાણેલા હોય તો પ્રતિક્રમણની ક્રિયા કરવાના કાલે ભાવનાની વૃદ્ધિનો પરમ હેતુ બને છે. તેવા આશયથી અમે બે પ્રતિક્રમણની ક્રિયાનાં સૂત્રો તથા તેના ઉપર કંઇક વિવેચન આ પુસ્તકમાં લખેલ છે જેની પ્રથમ આવૃત્તિ સં. ૨૦૫૦ માં છાપેલી પરંતુ થોડા જ સમયમાં નકલો ખલાસ થવાથી બીજી આવૃત્તિ પ્રકાશિત કરેલ અને આજે ફરી આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કરીએ છીએ. સૂત્રોનો તથા અર્થોનો સારો અભ્યાસ કરીને દરેક જીવો પોતાના આત્માનું કલ્યાણ કરનારા થાઓ એ જ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, રાંદેર રોડ, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯.
ફોન : ૨૬૮૮૯૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org