________________
પ્રશ્ન : જેમ એક આત્મા મોક્ષે જાય છે ત્યારે તેના મોક્ષની આદિ (આરંભ) થાય છે, તો પછી જે જીવ સૌથી પહેલો મોક્ષે ગયો હશે, ત્યારે મોક્ષની આદિ થઇ, તેમ કહેવાય કે નહિ ? અર્થાત્ મોક્ષ ક્યારેક તો ચાલુ થયો હશેને ?
ઉત્તર : મોક્ષ અનાદિ છે. તેની આદિ નથી. જેમ એક વ્યકિત જન્મે, ત્યારે તેની આદિ છે. તેના જન્મદાતા પિતાની પણ આદિ છે અને તેના દાદાની પણ આદિ છે. દાદાના પિતાની આદિ છે. પરંતુ તે પેઢીના પ્રથમ પિતાની આદિ નથી. કારણ કે જેને પ્રથમ પિતા કહીએ તે પણ કોઇનાથી તો જન્મ પામેલા હશે જ. તેવી રીતે મોક્ષ પણ અનાદિથી છે. જે અનાદિ હોય તેને અનાદિ રીતે જ સમજવું જોઇએ. આવા અનંત સિદ્ધ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું.
આમ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો વિશુદ્ધ આત્મા એટલે સિદ્ધ. તેના ગુણો આ પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત અવ્યાબાધ સુખ (૪) અનંત ચારિત્ર (૫) અક્ષયસ્થિતિ (૬) અરૂપીપણું (૭) અગુરુલઘુત્વ અને (૮) અનંત વીર્ય.
પ્રથમ નમસ્કાર અરિહંતને
આમ અરિહંત ભગવંતો ચાર કર્મવાળા અને શરીરધારી છે, બીજી બાજુ સિદ્ધ પરમાત્માઓ આઠે કર્મોથી સંપૂર્ણ મુક્ત અને અશરીરી છે. તો મનમાં સ્વાભાવિક રીતે એવો સવાલ જાગે કે નમસ્કાર મંત્રમાં અરિહંત ભગવન્તોને પ્રથમ નમસ્કાર શા માટે કર્યો હશે ?
ઉત્તર ઃ સિદ્ધ પરમાત્માઓને પણ સંસાર તરવાનો માર્ગ બતાવનાર
૧ આદિ
૩ જન્મદાતા = જન્મ આપનારા.
=
પ્રારંભ, શરૂઆત. ૨ અનાદિ
Jain Education International
૧૦
=
જેનો પ્રારંભ નથી. આદિ નહીં તે.
જૈન તત્ત્વપ્રકાશ
For Private & Personal Use Only
www.jainelibrary.org