________________
| નવકાર એટલે જ શ્રી જિનશાસન. આ મહામંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - એ પાંચ ઉપાસ્ય પરમેષ્ઠીનાં પદ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર ઉપાસનાના પદ છે. પરમેષ્ઠી એ ધર્મી અને ઉપાસના એ ધર્મ. આ ધર્મી અને ધર્મમય શ્રી જિનશાસન છે.
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ,
પઢમં હવઇ મંગલમ્. નમસ્કાર હોજો અરિહંતને એટલે કે તીર્થંકર દેવોને. નમસ્કાર હોજો શ્રી સિદ્ધ ભગવંતોને. નમસ્કાર હોજો આચાર્ય મહારાજાઓને. નમસ્કાર હોજો ઉપાધ્યાયજી મહારાજાઓને. નમસ્કાર હોજો લોકમાં રહેલા સર્વ સાધુઓને.
આ પાંચને કરેલા નમસ્કાર તમામ પાપોનો સર્વથા નાશ કરનાર | છે. અને તે તમામ મંગલોમાં પહેલું (ભાવ) મંગલ છે.
ગાગરમાં સાગર સમાન છે આ મહામંત્ર. એના પ્રત્યેક શબ્દમાં અર્થનું અગાધ ઊંડાણ છે. આથી તો આ મહાપ્રભાવક મંત્રના ગુણસ્તવનના પ્રારંભમાં યોગ્ય જ કહ્યું છે :
“સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર,
એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર.” નવકાર
આ નવ પદોનું બનેલું સૂત્ર હોવાથી એને નવકાર કહેવામાં આવે છે. આમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. નમસ્કાર એ સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત ભાષામાં “નમોક્કાર” કે “નમુક્કાર' થાય
0 રા જૈન તત્તપ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org