Book Title: Jain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન સાશન (અઠવાડિક) * વર્ષ-૧૫ * અંક : ૨૩ તા. ૦૮-૪-૨૦૦૩ ઘોડાનું મહોરું અળગું કરી, મનવા ભાણનો પુત્ર ચતુર સલામ કરીને ઊભો રહ્યો. કહે 'ખમ્મા બાપુને.'
બારી
'શું કહો છો ? કોણ ભૂખ્યો ને કોણ તરસ્યો. અરે.. | અબલખ તો હમણાં ચારો ચરી, પાણી પીને, આપને લઈને ગયો છે. એક પ્રહર પણ પૂરો વીત્યો નથી !' રાણી બોલી, 'એ વેળા મેં પોતે આપને કહ્યું કે...'
'રાણી ! બધું જુઠું ! નક્કી કોઈ ઈંદ્રજાળ ! કોઈ બનાવટ ! બોલાવો મંત્રી ચતુરસુજાણને ! આ વાતનો ભેદ શોધો કાઢે !'
|
મંત્રી ચતુરસુજાણ તેડાની સાથે આવીને ઊભા રહ્યા. એમણે બધી વાત સાંભળી. એકે એકનાં નિવેદન લીધાં. બધું સાંબળીને ઘડીભર એ પણ વિમાસણમાં પડી ગયા. આખરે
એમણે ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ આનો ભેદ કહેશે, એને રાજાજી મોંમાંગ્યું ઈનામ આપશે.
બીજે દહાડે ભરી સભામાં મનવો હાજર થયો. એની સાપ એનો પુત્ર ચતુરો પણ હતો. મનવાએ કહ્યું ઃ 'હજાર હું વહુરૂપી છું. રાતે મેં જ આપનો વેશ કાઢેલો. હું ઈનામનો હક્કદાર છું !'
!
રાજાજીના મનમાં આ વાત ન બેઠી. એમણે કહ્યું : 'વાર ! તેં મારો વેશ લીધો, પણ મારો અબલખ ઘોડો કયાંથી લાવ્યો ? શું તારી પાયગામાં એવો ઘોડો છે ?'
'હજાર ! મારે પાયગા કેવીને ઘોડો કેવો ? રહેવા જરીપુરાણું એક ઘર પણ નથી.' મનવો બોલ્યો.
'વાત માનવામાં આવતી નથી. આજે રાતે મને ફરી તારા વેશ ભજવી બતાવ. ' રાજાએ હુકમ કર્યો. એ રીતે ફરી મન્હો બનીઠનીને આવ્યો. એ જ અબલખ ઘોડો, એ જ રાજાજી, એ જ રોફ, એ જ અદબ ! એ જ સીનો ને એ જ સિસ્કો ! અબલખ મનવાની રાંગમાં હણહણી રહ્યો છે. આવીને છલાંગ મારીને મનવો દેવડીએ ઊતર્યો. ચોપદારને બોલાવી ઘોડાને ચારો પાણી નીરવા ફરમાવ્યું, ઘોડો પણ બટક બટક ઘાસ ખાવા લાગ્યો.
રાજાજી તો આંખો ફાડીને જોઈ રહ્યાં. એક નોકરને પાગામાં દોડાવ્યો ને જોવરાવ્યું કે પોતાનો વહાલો ઘોડો અબલખ ત્યાં છે કે નહિ ? નોકરે કહ્યું કે ઘોડો તો બાંધેલો છે. રાજાજી કંઈ સમજી ન શકયા. પૂરી ઇંદ્રજાળ ! એ દોડયા મવા પાસે ! ત્યાં જાય ત્યાં તો બનાવટી પૂછડું દૂર નાખી,
|
રાજાજી ખુશ થઈ ગયા. મનવાને પાંચસો રૂપિયા ઈનામમાં આપ્યા. આ વખતે રાણીએ કહ્યું : 'બહુરૂપિયો જરૂર કુશળ છે, પણ મર્યાદા જાણતો નથી, એણે સ્ત્રીજાતની મશ્કરી કરી. માટે અને દેશનિકાલ કરો.'
રાજાએ મનવાને ઈનામ આપી, પોતાના રાજમાંથી દેશનિકાલ કર્યો. મનવાએ એ દિવસથી સ્ત્રીજાતની મશ્કરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
આવાં તો લોકજીભે મનવાનાં અનેક પરાક્રમો
ગવાતાં. એનો પુત્ર ચતુરો એક વાર વાઘનો વેશ લઈને જાચવા
નીકળેલો. શિકારે નીકળેલા કોઈ રાજાએ એને સાચો વાઘ સમજી અચાનક ગોળી મારી દીધી. એ બિચારો મરણ પામ્યો. મનવાનો ગૃહસંસાર ભાંગી ગયો. એક વાર મનવો વાનરનો
વેશ લઈને એક શેઠના બગીચામાં પેઠેલો. ચોકીદારે તીર મારી
ઘાયલ કરેલો. પણ મનવો એ મનવો. લોકરંજનનો રાજા, સાજો થયો કે પાછો એનો એ.
(૩)
એક વાર આ મનવો ફરતો ફરતો એક શહેરમાં આવી પહોંચ્યો. આ શહેરમાં બે શેઠ બહુ જાણીત . એક તો નથમલજી ગુલેચ્છા ને બીજા શેઠ નૂરઅલી. નથમલજી અને નૂરઅલી શેઠ વચ્ચે ગાઢી પ્રીત હતી. બંને મિત્રોને દિવસમાં એક વાર મળ્યા વગર ન ચાલે, ને વારપરબે એકબીજાની દિલ્લગી કર્યા વિના ચેન ન પડે. બંનેની હવેલીઓ વચ્ચે બહુ છેટું ન હતું.
મનવો આ શહેરમાં અરબ સોદાગરનો વંશ લઈને આવ્યો. સાથે એ એના ચામડાના ભારે પાકીટમાં ભરીને કંઈ રંગબેરંગી માળાઓ, મશરૂના રૂમાલો, પેશાવરની હિંગ ને બસરાનાં મોતી લાવ્યો.
સવારના પહોરમાં એ નથમલ શેઠની હવેલીએ જઈ ઊભો રહ્યો. એણે તો એવી છટાથી વાત કરી કે શેઠ અંજાઈ ગયા. એણે એને અંદર બોલાવ્યો, ગાલીચા પર બેસાડયો, વેપાર—વણજની વાત કરી, ને છેવટે સોદો નક્કી કરવા કાલ બજારમાં આવીશ, એમ કહી મનવાએ વિદાય લીધી. (ક્રમશઃ)
૧૨૨૦