________________
’વિશિષ્ટ સાહિત્યસામગ્રી અને અનુપમ આધ્યાત્મિક આલેખ
પ્રસ્તાવના
ડૉ. કવિનભાઈ શાહનું ‘‘જૈન પત્ર સાહિત્ય ભાગ - ૨’’ પુસ્તક એમની સાહિત્યિક સૂઝ અને આધ્યાત્મિક ભાવનાનું દ્યોતક છે. શ્રી કવિનભાઈ શાહે જૈન સાહિત્ય વિશે સંશોધનગ્રંથો લખ્યા છે. જૈન સાહિત્યનાં વિવિધ સાહિત્ય સ્વરૂપોના સંશોધનનું વહેણ સાવ ક્ષીણ થઈ ગયું છે, ત્યારે કવિનભાઈએ જૈન ગીતો અને અન્ય જૈન સાહિત્યસ્વરૂપોમાં સંશોધન સંપાદન આગવું પ્રદાન કર્યું છે.
આજે શાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ થાય છે, પરંતુ પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યનો અભ્યાસ કરનારા ડૉ. કવિનભાઈ જેવા ઉત્કૃષ્ટ સાધક અને સંનિષ્ઠ અભ્યાસી ઓછા છે. તેઓએ અહીં પત્રસાહિત્યના વિષયમાં સંશોધન કર્યું છે અને વિપુલ, વૈવિધ્યપૂર્ણ
તથા વિશિષ્ટ પત્ર સામગ્રી આપી છે. એક સંનિષ્ઠ અધ્યાપક ક્યાં ક્યાંથી પોતાના વિષયની શોધ ચલાવીને સામગ્રી મેળવે છે એનો
ખરો ખ્યાલ આ પુસ્તકમાંથી આવે છે. ડૉ. કવિનભાઈ શાહ વિદેશનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ ધરાવે છે અને તેથી જ પત્ર સાહિત્યમાં આલેખાતી અનુભવ ત્રિજ્યા એમને આકર્ષક લાગે છે.
એમણે જૈન ધર્મના કોઈ એક જ ફિરકા કે સંપ્રદાયનું પત્ર સાહિત્ય આલેખ્યું નથી, બલ્કે જૈન ધર્મની વિચારધારાને દર્શાવતા અન્ય મતોનું પણ પત્ર સાહિત્ય સામેલ કર્યું છે. આની પાછળ એમની દ્રષ્ટિ કોઈ સંકુચિત વર્તુળમાં રહેવાને બદલે વ્યાપકતાને જોવાની રહી છે.
આ ગ્રંથનું વાંચન અને મનન જિજ્ઞાસુઓ અને સાહિત્યરસિકોને એક મૌલિક વિચારણા આપશે. પત્ર સાહિત્યની વિશેષતા એ છે કે એમાં પત્રલેખક પોતાનું આંતરસત્ત્વ પ્રગટ કરતા હોય છે, પરંતુ એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org