________________
માટે પિતાની પાસે રાખવું નહિ, બીજા પાસે રખાવવું નહિ અને રાખે તેને અનુમોદવું નહિ. મનથી, - વચનથી અને કાયાથી. : પ્રશ્ન–સાધુ પિસ્ટ કાર્ડ, કવર, ટિકિટ વગેરે ટપાલ
વહેવાર લખવા સારૂ રાખે કે નહિ? ઉત્તર–રાખવા કલ્પ નહિ. કારણ કે કાર્ડ, કવર,
ટિકિટ વગેરે એક જાતની નેટની નોટજ છે. જેમ કાગળની કરન્સી નોટ ગવર્નમેન્ટના સિક્કાથી ચાલે છે તેમ કાર્ડ, કવર, ટિકિટ
વગેરે ગવર્નમેન્ટના સિકકાથી જ ચાલે છે. પ્રશ્ન–સાધુને પિતાના ગુરૂ અથવા શ્રાવકને
સમાચાર લખવા હોય તે? ઉત્તર–ગમે તે સમાચાર લખવા હોય પણ લીધેલાં
મહાવત તૂટે તે શી રીતે ટપાલ લખાય? પ્રશ્નઃ-ટપાલ વહેવાર કરવાથી મહાવ્રતમાં
એટલે બધે શું વધે આવે છે? ઉત્તર – (૧) પહેલાં તે મહાવ્રત જ તૂટી જાય
છે, કારણ કે સાધુને પરિગ્રહ રાખે નહિ અને ટપાલ વહેવાર કરે તેને થોડાંઘણું કાર્ડ, કવર, ટિકિટ વગેરે પાસે રાખવાં પડે. (૨) બીજું કાર્ડ, કવર વગેરેને રેલવે ગાડીને વિહાર પણ કરાવવું પડે. સાધુ રેલવે ગાડીમાં બેસે નહિ પણ ટપાલ વહેવાર