________________
એમ કહેવું કપે નહિ. સર્વને સરખે ધમ ઉપદેશ સાધુએ કરે. આવી રીતની સમિતિ ઉપરથી શુદ્ધ સાધુ તરતજ એળખી શકાય.
| ઇતિ ભાષા સમિતિ. પ્રશ્ન—એષણ સમિતિ એટલે, શું? ઉતર–એષણ સમિતિ એટલે, વસ્ત્ર, પાત્ર, " આહાર પાણી દવા અને ઉતરવાની જગ્યા વગેરેની ચેખી રીતે તપાસ કરવી તે. કારણ કે સાધુ માટે કઈ પણ વસ્તુ બનાવી હોય અથવા વેચાતી લાવ્યા હોય તો તેઓને ગ્રહણ કરવી ક૯પે નહિ કારણ કે એષણા સમિતિવંત સાધુએ બેતાલીસ દોષ અને બાવન અનાચાર ટાળી ઉપરોકત વસ્તુ લેવી તેમ કહેલ છે તે નીચે મુજબ છે. તે બેતાલીસ દેષ કયા કયા છે તેનાં નામ વિગત સાથે
કહે છે. શ્રાવકના જોગથી ૧૬ ઉદગમના દેશ ૧. આ ધાકમાં (અધોગતિમાં લઈ જતા દે) એટલે
ખાસ સાધુ માટે આહાર, પાણી, વસ્ત્ર, પાત્રો, પાટ, પાટલા, સ્થાનક ઉપાશ્રયાદિક ૧૪ પ્રકારની વસ્તુમાંની કેઇપણ વસ્તુ બનાવીને સાધુને આપે અને સાધુ ભગવે