________________
૪૩
શુદ્ધ ગતિ ભગવાને બતાવી છે. શાખ સૂત્ર દશવૈકાલિક,. અધ્યયન ૫, ઉદેશે ૧ ગાથા ૧૦૦, શુદ્ધ ગતિના ઈચ્છક શુદ્ધ સાધુ શુદ્ધ નિર્દોષ આહાર પાણી લે અને સમજુ શ્રાવક તે જ મુજબ આપે અથવા વહેરાવે કારણકે અશુદ્ધ આહારાદિક લેવાવાળા અને આપવાવાળા બન્નેને મહા દુઃખનાં કારણે પ્રભુજીએ બતાવ્યા છે.
પ્રથમ અદ્ધ આહાર લેવાવાળાની શું દશા થાય. તે સૂત્ર શાખ સાથે નીચે લખીએ છીએ. | ઉતરાધ્યયન, અધ્યયન ૨૦, ગાથા ૪૭માં કહ્યું છે કે ઉત્તેશિક એટલે સાધુને ઉદ્દેશ રાખી બનાવેલું હોય તે, સાધુ માટે વેચાતી કેઈપણ વસ્તુ. આણી હોય તે, નિત્ય પિંડ એટલે રોજ રોજ એક ઘરના આહાર પાછું લેવાં તે, ઈત્યાદિક દેષની અંદર કેઇપણ દેષવાલી વસ્તુ સાધુ ગ્રહણ કરે છે તે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી છે. અને તે અહીંઆથી. મારી દુગતિમાં જાય છે. - દશવૈકાલિક, અધ્યયન ૬માં ૧૮ સ્થાનકસંયમથી ભષ્ટ થવાનાં બતાવ્યાં છે. તેમાંનું ૧૩મું સ્થાનક એ છે કે આહાર ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર એ ચારે સાધુ માટે બનાવેલાં હોય અથવા વેચાતાં આણેલાં હોય, તેને જે ગ્રહણ કરે તે સંયમથી ભ્રષ્ટ છે. - ભગવતી, શતક ૧ ઉદેશે ૯ બોલ ૧૭માં કહ્યું છે કે આધા કર્મ એટલે સાધુ માટે ભાવ લેમ