________________
આજ્ઞા આપી ઈત્યાદિક અનેક મવા ચોથા આરાના સાધુની અપેક્ષાએ પાંચમા આરાના સાધુઓને માટે વિશેષ કડકાઈથી બાંધવામાં આવી છે કારણ કે ત્રિકાળ જ્ઞાની પ્રભુ પોતે જાણતા હતા કે પાંચમા આરાના સાધુઓમાં વક્રજડતા વિશેષ રહેશે અને તેથી સખ્ત મર્યાદાની જરૂર છે. વળી જે આવી સખ્તાઈ કરવામાં આવશે નહિ તે તકમાંથી તર્ક કાઢશે. માટે પાંચમા આરાના શેષ કાળ સુધી શુદ્ધ સાધુપણું પાળી શકાય એવા ઈરાદાથી આચારગ, દશવૈકાલિક વિગેરે સૂત્રમાં પૂર્વે વર્ણવ્યા તે તેર બોલ બતાવ્યા છે, કે જેથી આત્માથી સાધુ પૂર્વે બતાવ્યા તે તેર બોલ પાળવામાં જમાનાને આશ્રય લઈ, જરાએ વાંધે લઈ શકે નહિ અને ખરું જોતાં આત્માથી લે પણ નહિ. તેમ છતાં જે કોઈ પગળા નંદી બનીને દેશકાળ અથવા જમાના ઉપર વાત મૂકીને ચારિત્ર પાળવામાં છૂટ લે અને શિથિલાચારપણું ધારણ કરે તે શાસ્ત્ર દ્રષ્ટિએ સાધુએ કહેવાય જ નહિ, પણ આજ્ઞાના ઉત્થાપક કહેવાય, અને તેથી તેવા માટે શાસ્ત્રકારે પહેલેથી જ સૂચના આપી છે કે શુદ્ધ સાધુપણું નહિ પાળવાવાળાઓ દેશ કાળનું નામ લઈ આવું આવું કહેશે તે બાબત આચારંગ સત્રના અધ્યચન ૬ ઉદેશ ૪માં દર્શાવેલ છે તેને ભાવાર્થ એ છે કે “પાંચમા આરામાં ઢીલા ભાગલ સાધુ હશે તે એમ બોલશે કે પાંચમા આર માં પૂરેપૂરું સાધુપણું પાળી શકાશે નહિ” અહીં શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવે છે કે