________________
કરી બનાવેલ હોય તે, જે કઈ શ્રમણ નીગ્રંથ ભગવે તે આયુષ્ય વજીને સાંત-કમના બંધન ગાઢાં બાંધવાવાળા છે અને તે અહીંથી મરીને ચતુગતિરૂપ સંસારમાં અનંતકાળ સુધી રખડશે ઈત્યાદિક અનેક દાખલા છે કે જેમાં અશુદ્ધ આહાર, પાણી ભેગવવાવાળા ધણીની દુર્દશા વર્ણવી છે.
હવે શ્રમણ નીગ્રંથને આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનું દાન અશુદ્ધ જાણું જોઈને આપે, તે દાતારની દુર્દશા -સૂત્ર શાખથી વણવીએ છીએ.
પ્રથમ તે ૧૪ પ્રકારનાં દાનની અંદરની કેઈપણ વસ્તુ શ્રાવક જાણું જોઈને અસુજતી વહેરાવે અથવા આપે છે તે આપનારનું બારમું વ્રત તૂટે, કારણ કે બારમાં વ્રતમાં શ્રાવકને અસુજતી વસ્તુ સાધુને આપવાનાં પચ્ચખાણ હોય છે. વળી અસુજતા આહારાદિક આપવાવાળા સાધુના વ્રતના લુંટારા કહેવાય. વળી ત્રીજી દુર્દશા અસુજતા અને અણુએષણિક આહારાદિક વહેરાવવાવાળા અલ્પ આયુષ્ય બાંધે એમ ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે અને ભગવતી સુત્ર શ. ૫ ‘ઉદેશા ૬માં અલ્પ ઉત્કૃષ્ટ આયુષ્ય (એટલે અડતાળીશ (૪૮) મિનિટમાં ૬૫૫૩૬ વખત જન્મ અને મરે તે) બાંધે ઇત્યાદિક અનેક દાખલામાં અશુદ્ધ આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનાં દાન આપવાવાળા ધણીની દુર્દશા વર્ણવી છે. તેથી આપવાવાળા દાતારે પોતાને માટે