________________
ભેગો થયા પછી ખુશી પણ થાય કે આપણું ઉપદેશથી કેવું મજાહનું ફંડ થયું. આમ કરવાથી પાંચમાં મહાવ્રતમાં સાધુનાં બે કરણ તૂટયાં એ એ હિસાબે પાંચમું મહાવ્રત તે ખલાસ થયું જ અને પરિગ્રહ છે ત્યાં આરંભ સમારંભ રહેલા છે. શાખ-સૂત્ર સુયગડાંગ. અધ્યયન-૧ ઉદેશ-૧ ગાથા૨. આ હિસાબે આરંભ, સમારંભ જે કાર્યમાં સમાયેલાં હોય તે કાર્યને સાધુ મુનિરાજ ઉપદેશ આપે તે તેનું પહેલું મહાવ્રત તુટે, બે મહાવ્રત ખલાસ થયાં પહેલું અને પાંચમું, પછી પૂછવાથી તે સાધુ કહે છે કે અમે પાંચ મહાવ્રતધારી છીએ એટલે જુઠું બોલ્યા કારણ કે પાંચમાંથી બે તે પહેલાં જ તેડી નાંખ્યાં એ હિસાબે બીજું વ્રત પણ ખલાસ થયું. હવે જુઠું બોલવાની પ્રભુની આજ્ઞા નથી તે હિસાબે આજ્ઞાની ચોરી થઈ. એટલે
ત્રીજું વ્રત પણ ખલાસ થયું. હવે ચોથા . વ્રતની વાતમુશિલ બે પ્રકારનાં છે. એક તે
સ્ત્રી પુરૂષના ભેગ સબંધી, બીજું આચાર કુશિલ, તે આરંભ અને પરિગ્રહની બાબતમાં આદેશ અને ઉપદેશ દ્વારા ભાગ લેવાય તે. આ કારણથી ચેાથું મહાવ્રત તુટયું કારણ કે