________________
ઊઠાવી શકે એ પણ ધ્યાનના વધારા સારૂ જ છે. વળી કેઈ સાધુને પગમાં જખમ થયે હોય તે જ્ઞાન ધ્યાનના વધારા સારૂ રેલગાડીમાં વિહાર કરે તે શું વાંધે? કારણ કે ગામે ગામ ફરે તે ઘણું શ્રાવકને સમજાવે એ પણ જ્ઞાન, ધ્યાનના વધારા સારૂ જ છે.
હવે વિચારે કે જે જ્ઞાન ધ્યાનના વધારા સારૂ ચમાં ચઢાવવામાં આવે તે પછી કાને સાંભળવા સારૂ બેટરી રાખે, અને સ્પષ્ટ ઉચ્ચારણ કરવા સારૂ દાંત બંધાવે અથવા દાંતનું ચેકડું ઘાલે અને ગામે ગામ ઉપકાર કરવા સારૂ પગમાં જખમને લીધે રેલગાડીમાં વિહાર કરે તે પછી સાધુપણું પાળવું શું મુશ્કેલ છે ? શાસ્ત્ર આજ્ઞા બહારનાં કાર્ય કરી જ્ઞાન, ધ્યાનને વધારે સમજે તે માણસની દ્રષ્ટિ પ્રભુ આજ્ઞા પાળવાની નથી એમ સમજવું જોઈએ અને જો આજ્ઞા પાળવાના ભાવ હોય તે એમ સમજે કે ગમે તેમ થાય પણ પ્રભુની આજ્ઞા તેડી ચશ્માં ચઢાવવાં નહિ.
પૂર્વે કહ્યા તે પાંચ મહાવ્રત પૂર્ણ રીતે પાળે તેજ ગુરૂ કહેવાય અને પાંચ મવ્રતની અંદર એકપણ મહાવ્રત તૂટે તે સાથેના સાથે પાંચ મહાવ્રત તૂટી જાય છે.
પ્રક્ષા–તે કેમ? ઉત્તર–ધારે છે કે એક સાધુએ ઉપદેશ આપી તે કઈ પણ કાર્ય સારૂ પરિગ્રહ બે કરાવ્યું અને