Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૯
છે. ૫ દુઃખમા–એટલે એ કાલમાં દુઃખજ હોય છે. આ કાલ વર્તમાનમાં ચાલુ છે. તે કાલ (આરો) ૨૧ હજાર વર્ષનો છે તેમાં ૨૪૬૧ વર્ષ વ્યતિત થયા છે. ૬ દુઃખમા–દુઃખમાં એટલે એ કાલમાં કેવળ દુઃખની પરંપરાજ હોય છે.
બીજે યુગ ઉત્સપિણી કાલ આવશે તેના પણ છ કાલ (આરા) છે તેના પણ એજ નામ છે. તેમાં એટલે ફેર સમજ કે એ કાલ અનુક્રમે અવસાપણીથી વિપરીત છે અર્થાત્ તેને પ્રથમ કાલ દુ:ખમા-દુ:ખમાં અર્થાત્ કેવલ દુઃખજ આવશે એ પ્રમાણે ક્રમથી સમજવું. તેમાં ક્રમે ક્રમે સુખ, ધર્મ, ન્યાય, નીતિ વગેરેની વૃદ્ધિ થતી રહે છે.
એ પ્રકારે અવસણિીના પ્રથમ ત્રણ કાલ (આરા) અને ઉત્સપિણીના અંતિમ ત્રણ કાલ ( આરા ) લગભૂમિ ( યુગલીકના)ના નામથી વિખ્યાત છે. જેમાં સાંસારિક સુખ અત્યંત છે. તેમાં મનુષ્ય જન્મ લે છે, જીવન
વ્યતીત કરે છે અને મૃત્યુને પામે છે, પરન્તુ કઈ અવસ્થામાં દુઃખને અનુભવ તેઓને થતો નથી અને ઈચ્છા કલ્પવૃક્ષ દ્વારા પૂર્ણ થાય છે. અવશેષ ત્રણ કાલ કર્મભૂમિના એટલે અસી, મસી અને કૃષી (શસ્ત્ર ક્રિયા, વ્યાપાર અને ખેતી) એ ત્રણ કર્મ નિર્વાહ અર્થે કરવાં પડે છે. પોતાના જીવનને અર્થે શ્રમ ઉઠાવે પડે છે અને ભવિષ્ય જીવનની ઉત્તમતાને માટે પ્રયત્ન કરવો પડે છે.
આ અન્તિમ ત્રણ કાય મહેનો પ્રથમ કાલ અર્થાત વર્તમાનયુગ જે અવસમ્પિણના ચતુર્થ કાલ (ચોથા આરા)માં ૨૩ તીર્થકરે, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવ, ૯ બલદેવ અને ૯ પ્રતિવાસુદેવ વગેરે અન્ય પણ પુણ્યવંત પ્રાણીઓના જન્મ થાય છે. એ પ્રમાણે કાલચક્ર નિરંતર ચાલ્યા કરે છે પ્રત્યેક કાળચકના બે વિભાગે પિકી દરેક યુગમાં ૨૪ તીર્થંકરો થાય છે એમ અનંત ચોવીસીઓ થઈ ગઈ છે, તેમાં આ અવસર્પિણીની છેલ્લી ચોવીસીમાં શ્રી અષભનાથ નામે પ્રથમ તીર્થકર થયા છે.
શ્રી ઋષભદેવ પ્રભુ. ઋષભદેવ પ્રભુ જેમ જૈનમાં અવતારી પુરુષ તરીકે મનાય છે, તેમ ભાગવતાદિ પુરાણમાં તથા મનુસ્મૃતિ આદિ ધર્મ ગ્રંથોમાં તેમના સંબંધીને ઉલ્લેખ નીચે મુજબ મળી આવે છે.
મનુસ્મૃતિમાં લખેલ છે કે –
कुलादिवीजंसर्वेपामाद्यो, विमल घाहनः ॥ चक्षुष्मांश्च यशस्वी, चाभिचन्द्रोऽथ प्रसेनजित ॥ मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः । अष्टमो मर देव्यांतु, नाभे जति उरु कमः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org