Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૨૫
વ્યવહારે તે દાન આપતાં લાભ-અલાભનું કારણ છે; જે ભવાન્તરમાં ભ્રમણ કરાવનાર છે, માટે નિશ્ચય દાન તેજ સર્વ શ્રેષ્ઠ છે ! “અનુકંપા ” માત્ર આત્માની કરવી જેથી ભવાન્તરને અંત આવે; પરદયા, પરદાન અને પરઅનુકંપા
એ બધા પુણ્ય પાપની વૃદ્ધિ રૂપે છે, જેને છેડવા જોઈએ ! આ પ્રકારની નિશ્ચયાત્મક માન્યતાઓ ઉપરાંત અન્ય પણ કેટલીક આવી જાતની માન્યતાઓને લીધે “ ગુરૂ ” સાથે ભિકનજીને મતભેદ થયે હોય અને તેના ફળરૂપે તેઓએ જુદા પડી “ તેરાપંથ” ઉત્પન્ન કર્યો હોય, એ પ્રમાણે માનવાને વધુ કારણે ઉપલબ્ધ થાય છે.
ગમે તેમ હો પણ તેમના આ એકાંત નિશ્ચયના મતે દિગંબર સમાજ (નગ્નાવસ્થા) જેટલા જ હાસ્યજનક અને ઉપેક્ષા કરવા યોગ્ય છે. આ બધા નિશ્ચયને આગળ ધરતાં પણ વ્યવહાર બંધ તેનાથી પણ સહેજે થઈ જાય છે; પણ એકાન્ત તેમનામાં પકડને લીધે વિતરાગાજ્ઞા વિરુદ્ધ માન્યતાઓ જડ ઘાલી બેઠી છે, તેને પરિત્યાગ દુરાગ્રહ છોડીને કરવામાં આવે તો નિશંસય “સત્ય ધર્મના સિદ્ધાંતો” થી તેઓ વધુ નજદિકમાં છે.
તે ગચ્છમાંથી બીજે જ વર્ષે “ શ્રી રૂપચંદજી નામના એક સમયજ્ઞ મુનિ છૂટા થયા હતા. તેરાપંથી ગચ્છના સાધુ–આર્યાજીની સંખ્યા લગભગ ૩૦૦ ત્રણસની છે. તેઓ એક જ પુજ્યની આજ્ઞાને અનુસરે છે. તેઓ મારવાડ, મેવાડ, વિકાનેર, થલી, કચ્છ, વાગડ આદિ પ્રદેશમાં વિચરે છે.
પાવલી –૧ પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી ધન્નાજી મ. ૩ શ્રી ભૂધરજી મ. ૪ શ્રી રૂગનાથજી મ. ૫ શ્રી ભીખનજી મ. ૬ શ્રી ભારમલજી મ. ૭ શ્રી રાયચંદજી મ. ૮ શ્રી જીતમલજી મ. ૯ મેઘરાજજી મ. ૧૦ માણેકલાલજી મ. ૧૧ શ્રી ડાલચંદજી મ. ૧૨ શ્રી કાળુરામજી મ. ( હાલ વિદ્યમાન છે.) ૪ પૂજ્ય શ્રી ચેમિલજી મ. ને સંપ્રદાય અને પટ્ટાવલી –
આ સંપ્રદાયમાં હાલ ૩ મુનિ અને ૧૫ આર્યાછ કુલ ઠા. ૧૮ વિદ્યમાન છે. જેઓ મારવાડમાં વિચરે છે. તેમની પટ્ટાવલી નીચે પ્રમાણે છે –
- ૧ પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી ધનાજી મ. ૩ શ્રી રંગનાથજી મ. ૪ શ્રી રૂગનાથજી મ. ૫ શ્રી ટેડરમલજી મ. ૬ શ્રી દીપચંદજી મ. ૭ શ્રી
રૂદાસજી મ. ૮ શ્રી ચેાથમલજી મ. (તેમના નામને સંપ્રદાય) ૯ શ્રી સંતેકચંદજી મ. ૧૦ શ્રી રામકીશનદાસજી મ. ૧૧ મુનિશ્રી કેસરીમલજી મ. ૧૨ શ્રી ઉદેચંદજી મ. ૧૩ શ્રી શાર્દૂલસિહજી મ. (જેઓ હાલ વિદ્યમાન છે.)
* શ્રી જીતમલજીએ શ્રી ભગવતી તથા ઉત્તરાધ્યયન વગેરે સુત્રોના રાસ પદ્યરૂપે બનાવ્યા છે, તેમજ “ભ્રમ વિધ્વંસ ” નામક ગ્રંથ રચ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org