Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૮૭
પુનરોદ્ધારક મહાત્માઓ. અનંત તીર્થકરેના કે પ્રભુ મહાવીરના કરેલાં ફરમાને, જે જે રૂપમાં હતા, તેને તે તે રૂ૫માં ચારે તરફ ફેલાવવાનું કામ સમર્થ ઉદ્ધારક શ્રીમાન લંકાશાહે ઉઠાવ્યું હતું અને તે સત્ય ધર્મની ઘેષણ ઝીલનાર અનેક ગચ્છના આત્મસાધક પિતપોતાનો ગચ્છ છોડીને શ્રી લંકાશાહના સ્થાપેલા ગ૭માં ભળ્યા હતા. એ આપણે કહી ગયા છીએ. પરંતુ જેમ જેમ વખત જ ગયો, તેમ તેમ ખુદ મહાવીરના વંશજો શિથિલાચારી અને છેવટે પરિગ્રહધારી બની ગયા, એ પણ આપણે અગાઉ જોઈ ગયા. ચડતી અને પડતી, ઉદય અને અસ્ત દિવસ અને રાત્રીની જેમ આ લેકશાહના સ્થપાયેલા મીશનમાં પણ લાંબે કાળે પાલખી, ચામર, છત્ર આદિની ઉપાધિના યોગે તેના યતિઓ પણ પરિગ્રહધારી અને શિથિલાચારી બની ગયા; અને ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન આદિ આત્મહિતના સાધનો તદન ભૂલી ગયા; એટલું જ નહિ પણ તેની જગ્યાએ માન, લાભ, ખટપટ, અને વિકારોનું સામ્રાજ્ય
તરફ વ્યાપી ગયું; આટલું છતાં પણ જૈનધર્મનું નામાભિધાન નષ્ટ થયું ન હતું; તેનું કારણ એ કે તેઓ રાજા મહારાજાઓને ચમત્કાર બતાવી જૈનધર્મની બોલબોલા કવચિત દાખવતા હતા.
યતિ' એ સાધુ શબ્દનો પર્યાય વાચક શબ્દ છે. યમ” એટલે અંકુશ રાખવો એ શબ્દ પરથી નીકળેલો યતિ ( ઇકિયાને કાબુમાં-નિયમમાં રાખનાર) શબ્દનો વાસ્તવિક અર્થ ભૂલાઈને ખાનપાન, મેજશેખ, કીર્તિ–લાલસા ઈત્યાદિ આત્માના મૂળ ગુણને હાસ કરનારી પ્રવૃતિઓ શરૂ થઈ.
કુદરતના કાનુન મુજબ દરેક પંથમાં–દરેક ગચ્છમાં કે સંપ્રદાયમાં જ્યારે ઘોર અંધકાર વ્યાપે છે ત્યારે એક ધર્મોદ્ધારક, મહાન પ્રભાવશાળી પુરૂષ નીકળી આવે છે અને તે જુદા સંપ્રદાયજુદે પંથ સ્થાપે છે. પછી થોડાંક વર્ષો સુધી તો તે બરાબર વ્યવસ્થિત ચાલે છે, પરંતુ આગળ જતાં ક્રમે ક્રમે તેમાં શિથિલતા વ્યાપે છે અને પુનઃ એવુંજ ઘોર અંધારું પ્રસરે છે, ત્યારે વળી બીજો કોઈ નવો વીર પુરૂષ તે વખતે નીકળી આવે છે, અને સત્ય ધર્મની ઘેષણું કરી કિયા ઉદ્ધાર કરે છે. આવી ઘટમાળ સદાકાળ પ્રત્યેક શાસનમાં ચાલ્યા જ કરે છે. આમાં હર્ષ–શોક પામવા જેવું શું હોય ? દરેકમાં સુધારાને અવકાશ છે. સુધારણાનું કાર્ય પૂરું થયું નથી કે પુરું થવાનું નથી.
શ્રીમાન લંકાશાહ પછી પાંચ મહાન સુધારક નીકળ્યા. તેમાં પહેલા સુધારક શ્રી જીવરાજજી ગડષિ તેઓ લંકાશાહની આઠમી પાટ પર આવેલા યતિશ્રી જીવાજી ઋષિના શિષ્ય જગાજી ઋષિ, અને તેમના શિષ્ય શ્રી જીવરાજજી ઋષિ હતા. તેમણે સૌથી પહેલાં યતિ વર્ગમાંથી જુદા પડી વિક્રમ સં. ૧૬૦૮માં ક્રિયાઉદ્ધાર કર્યો અને મારવાડમાં શુદ્ધ જૈન ધર્મના ઉપદેશની ઘોષણા કરી. જીવરાજજી ઋષિના હાલ પાંચ સંપ્રદાય વિદ્યમાન છે તે –
૧ પૂજ્યશ્રી નાનકરામજી મહારાજને સંપ્રદાય –તેમની પાટાનુપાટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org