Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૨૩૮ પાલજી સ્વામી મહાન પ્રતાપી થયા, જેથી “પૂ.ગોપાલજી સ્વામીને સંપ્રદાય તે નામે પ્રસિદ્ધિ પામ્યું. તે અદ્યાપિ પર્યંત ચાલે છે, તે વખતે પૂ. કરમસી સ્વામીના ચાર શિષ્ય હયાત હતા તે પૂ. ગોપાલજી સ્વામીના સંપ્રદાયમાં બન્યા હતા, ત્યારથી લીંબડીના બે સંઘાડા સ્થપાયા.
તેમની પાટે સં. ૧૯૨૧ ની સાલમાં તપસ્વી શ્રી ગોવિંદજી સ્વામી ગાદીએ આવ્યા અને આચાર્યપદે કાનજી સ્વામી નિયુક્ત થયા.
ત્યાર પછી સં. ૧૯૩૬ માં પુત્ર શ્રી કાનજી સ્વામી ગાદીએ આવ્યા. તેઓ કચ્છ-ગુંદાલાના રહિશ વિશા ઓસવાલ હતા, તેમના પિતા કેરશીભાઈ, માતા મુલીબાઈ, તેમણે સં. ૧૮૯૧ માં દીક્ષા લીધી, સં. ૧૯૨૧ માં આચાર્ય પદે નિમાયા અને સં. ૧૯૩૬ માં લીંબડી મુકામે કાળધર્મને પામ્યા.
તેમની પાટે પૂજ્યશ્રી નથુજી સ્વામી ગાદીએ આવ્યા. તેઓ કચ્છ-રાપરના વીશાઓસવાલ હતા. પૂ. નથુજી સ્વામી સં. ૧૯૩૭ ના પોષ વદી ૧૩ ને ગુરૂવારે ગાદીએ આવ્યા અને આચાર્યપદે પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી નિમાયા. પુ. નથુજી સ્વામી સં. ૧૯૪૦ ના શ્રાવણ વદિ ૮મે લીબડી મધ્યે સ્વર્ગગામી થયા.
તેમની પાટે પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી બિરાજ્યા. તેઓ કચ્છ-ગુંદાલાના વીશા ઓશવાલ હતા. પિતા ભેજરાજ, માતા ખેતા બાઈ તેમણે સં. ૧૯૦૧ ના માઘ વદિ ૧ મે અંજાર શહેરમાં દીક્ષા લીધી; સં. ૧૯૪૦ ની સાલમાં ગાદીએ ત્રિરાજ્યા, અને સં. ૧૯૬૧ ચૈત્ર વદિ અમાવાસ્યાએ લીંબડીમાં સ્વર્ગવાસ કર્યો.
તેમની પાટે સં. ૧૯૪૧ માં પૂજ્યશ્રી લાધાજી સ્વામી ગાદીએ આવ્યા. તેઓ વીશાઓસવાળ હતા. સ. ૧૦૩ ના વૈશાખ સુદિ ૮ ના રોજ શ્રી વાંકાનેર મધ્યે દીક્ષા લીધી, ને સં. ૧૯૪ ના શ્રાવણ વદિ ૧૦ ની રાત્રિએ લીંબી મણે સ્વગોહણ કર્યું.
તેઓ જૈન-જૈનેતર શાસ્ત્રોના પ્રખર અભ્યાસી હતા. તેમજ મહાપ્રભાવશાળી અને અત્યંત ક્ષમાશીલ હતા. જેનસમાજના પ્રાથમિક શિક્ષણ રૂપે સાદી અને સરળ ભાષામાં જૈન શાસ્ત્રોમાંથી સંશોધન કરી તેઓએ “પ્રકરણ સંગ્રહ નામે બહાર પાડેલે ગ્રંથ દરેક સ્થાનકવાસી, દેરાવાસી સમાજને અતિ ઉપયોગી અને મનનીય છે.
તેમની પાટે સં. ૧૬૪ના શ્રાવણ વદી ૧૩ ના રોજ શ્રી મેઘરાજજી સ્વામી પાટ પર બિરાજ્યા. અને આચાર્યપદે શ્રી દેવચંદજી મ. નિમાયા. પુ. શ્રી લાધાજી સ્વામી અને મેઘરાજજી સ્વામી બંને સંસારપક્ષે સગ્ગા ભાઈ હતા. તેમના પિતા માલ શાહ, માતા ગંગાબાઈ, જ્ઞાતે વિશા ઓશવાળ સં. ૧૯૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org