Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
કટ
જેઠ શુદિ ૩ના દિવસે લીંબડીમાં દીક્ષા લીધી; અને ૬૭ વર્ષને દીક્ષા પયોય પાળી સં. ૧૯૭૧ના ફાગણ સુદી ૧૩ ના રોજ લીંબડીમાં સ્વર્ગવાસ પામ્યા.
ત્યારપછી સં. ૧૯૭૧માં પૂજ્યશ્રી દેવચંદજી મ. ગાદી પર બિરાજ્યા. તેઓ કચ્છ-રામાણીના રહિશ. તેમના પિતાનું નામ રંગજી શાહ, માતાનું નામ ઈચ્છાબાઈ પિતાપુત્ર બંનેએ સં. ૧૯૧૩માં દીક્ષા લીધી હતી. સં. ૧૯૭૭ના કાર્તિક માસમાં તેઓ સ્વર્ગવાસ પામ્યા.
તેમની પાટે સં. ૧૯૭૮માં પૂજ્યશ્રી લવજી સ્વામી ગાદિ પર આવ્યા. તેઓ ભાવસાર જ્ઞાતિના હતા. સં. ૧૯૮૫ના કાર્તિક શુદિ ૨ બુધવારે વઢવાણ શહેરમાં કાળધર્મ પામ્યા.
તેમની પાટે સં ૧૯૮૫ માં પૂજયશ્રી ગુલાબચંદ્રજી મહારાજ ગાદિ પર બિરાજ્યા. તેઓ કચ્છ-ભેરારાના રહિશ. વિશા ઓશવાળ, પિતાનું નામ “શ્રવણ શાહ” માતાનું નામ “આસીબાઈ તેઓ હાલ વિદ્યમાન બિરાજે છે.
લીંબડી મેટા સંપ્રદાયમાં મુનિ ૨૮ આર્યાજી ૬૬ કુલ ઠાણા ૯૪ કચ્છ, કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગુજરાતના પ્રદેશમાં વિચરે છે.
શ્રી લીંબડી સંઘવી ધારશી રવાભાઈને ઉપાશ્રય અર્થાત્ પૂજ્યશ્રી ગોપાલજી સ્વામીના સંપ્રદાયની પાટાનુપાટ –
પૂજ્યશ્રી અજરામરજી સ્વામીની પાટે તેમના શિષ્ય શ્રી દેવરાજજી મ. પાટે બિરાજ્યા. તેમના પછી તેમના શિષ્ય શ્રી અવિચળદાસજી મ. પાટે બિરાયા. અને તેમની માટે તેમના શિષ્ય શ્રી હિમચંદજી મ. પાટે બિરાજ્યા.
તેઓ વઢવાણ શહેર તાબે ગામ ટીંબાના રહિશ હતા. જ્ઞાતે વિશાશ્રીમાળી વણિક, દોશી કુટુંબના, પિતાનું નામ નાનજીભાઈ, માતાનું નામ પુજીબાઈ. સં. ૧૮૭૫ના વૈશાખ શુદિ ૨ના રોજ દીક્ષા લીધી. તેમના તથા પૂજ્યશ્રી દેવજી સ્વામીના સમયમાં સં. ૧૯૧૫ની સાલમાં શ્રી લીંબડી સંપ્રદાયના બે વિભાગ થયા. પુ. હિમચંદજી સ્વામી સં. ૧૯૧૫માં ધોલેરા બંદર ચાતુર્માસ કરવા પધાર્યા. અને ત્યાંજ સ્થિરવાસ રહ્યા. ચૌદ ચોમાસા ત્યાં કરી સં. ૧૨ના ચિત્ર વદી ના રોજ તેઓ સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે મહાન પ્રતાપી પુજ્ય શ્રી ગોપાળજી સ્વામી બિરાજ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org