Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad

View full book text
Previous | Next

Page 257
________________ ઠાણું ૧૨ ઉપસ્થિત હતા. તેઓ સર્વે પૂજ્યશ્રીની મુખાકૃતિ તરફ અનિમિષ નેત્રે જોઈ રહ્યા હતા. પૂજ્યશ્રીની મૌન દશા નિહાળી સૌને શંકા ઉપજી કે આજે પૂજ્યશ્રી કાંઈક અસ્વસ્થ જણાય છે, એમ ધારી ઉક્ત મુનિએ તેઓશ્રીના આસન પાસે જઈ પૂછવા લાગ્યા કે સ્વામીજી ! આપ આ વખતે મૌન ધારણ કરી દષ્ટિ દમન કરી રહ્યા છે, તેનું શું કારણ? શું આપના હૃદયને આજે કાંઈ બેચેની જણાય છે? જે તેમ હોય તે જે કાંઈ સેવા ફરમાવો તે કરવા અમે ખડે પગે તૈયાર છીએ. આ સાંભળી પૂજ્યશ્રીએ દષ્ટિ ખુલ્લી કરી આસપાસ બેઠેલા ચતુર્વિધ સંઘને જોઈ તેઓ બોલ્યા:- અહો મહાનુભાવ! આ ક્ષણભંગુર દેહનો હવે થોડા વખતમાં ત્યાગ કરવાનો છે. માટે હવે સેવાની જરૂર નથી, પરંતુ એટલીજ અંતિમ સૂચના કે તમે સર્વ ઐક્યતાથી વતી જ્ઞાન દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતે પ્રવર્તશે તો તમારે જય થશે-આત્માનો ઉદ્ધાર થશે. બસ એજ મારી ઇચ્છા અને એજ મારી ભલામણ આટલું કહી પૂજ્યશ્રીએ દષ્ટિ બંધ કરી પુન: મૌનપણું ધારણ કર્યું અને આત્મિક રમણતામાં રાચવા લાગ્યા. આ વખતે સકળ સંઘના સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓ તેમની ધ્યાન યુક્ત મોન દશા નિહાળી રહ્યા હતા. શરીર ક્ષીણ, છતાં તેમની મનોશકિત હજુયે પ્રબળ હતી, જે વડે તેમણે અંત સમયની સ્તવના, આરાધનવિધિ, ધર્મસ્થાનાદિ આલોચના પૂર્ણ કરી, જે ખરેખર મુનિ જનેની શુદ્ધ વૃત્તિને સંતોષ પામવા જેવું છે. સંવત ૧૯૪૭ના વૈશાખ માસની સુદ એકાદશીને ભમવારે લગભગ ચાર વાગતાં ધર્મ ધુરંધર મહાપુરુષ શ્રી ગોપાળજી સ્વામી આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા; તે વખતે સર્વ ભાવિક શ્રાવક-શ્રાવિકા અને અન્ય દેશની વર્ગમાં ભારે દિલગીરીની લાગણું છવાઈ રહી હતી. આ દિલગીરીનું વર્ણન કરતાં અમારી કલમ ચાલતી નથી. પરંતુ જ્ઞાનીના બધામૃત પર દૃષ્ટિ કરી એટલું કહેવા ઈચ્છા થાય છે કે -મિત્રો! આપની જ્ઞાન ચક્ષુ પ્રસારી આ ફાની દુનિયાના કંદ સામે જે તે પ્રત્યક્ષ માલમ પડશે કે–આ જગતમાં ઉગે છે તે આથમવા માટે, જે કુલ ખીલે છે તે કરમાવા માટે, અને જે જન્મે છે તે મરવા માટે! એ અનાદિ કાળને જગતને નિયમ છે. પરંતુ જન્મનાર પ્રત્યેક પ્રાણીને જ્યાં સુધી સધર્મ, સદગુરૂ અને સદેવ એ રત્નત્રયને સાક્ષાત્કાર થતો નથી, કિંવા સમ્યકજ્ઞાન અને સમ્યક્ટશન પ્રાપ્ત કરી આત્માનુભવ વડે જીવન કર્તવ્યના ઉજળા પંથ પર પ્રવેશતો નથી, ત્યાં સુધી તેનું કવિતવ્ય, તેને જન્મ નિરર્થક છે, એમ નિશંસય માની લેવું ઘટે, અને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296