Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૨૪૦
મહાન પ્રતાપી પૂજ્યશ્રી ગેાપાળજી સ્વામીનું ચરિત્ર
તેઓશ્રી જેતપુર (કાઠીયાવાડ)ના રહિશ, સાતે ખત્રી. પિતાનું નામ મૂળચંદભાઇ, માતાનું નામ સેજમાઈ, નાની ઉંમરથીજ ધર્મના સંસ્કારો અને વૈરાગ્ય ભાવના હાવાથી તેમણે માત્ર ૧૦ વર્ષની ઉમરે સ. ૧૮૯૬માં પેાતાના પિતા સાથે પુજ્યશ્રી હિમચંદ્રજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તીવ્ર બુદ્ધિ અને વિનયાદિ ગુણુ પ્રગટેલાં હાવાથી મહાગદ્ય અને સંસ્કૃત ભાષાના શાસ્ત્રોનું અધ્યયન કરવાથી તે બહુસૂત્રીના વર્ગમાં ગણાતા હતા.
પુજયશ્રી ગેાપાળજી સ્વામીએ જનપદ દેશમાં ઘણા વરસો સુધી વિચરીને પાતાની વકતૃત્વ શક્તિ અને જ્ઞાનચારિત્રના મળે જૈન જૈનતર વર્ગમાં જૈન ધર્મની વિજયપતાકા ફરકાવી હતી; કેવળ જ્ઞાનખાધ કરી તે સંતેાષ માનતા, એમ નહિ; પરંતુ તે જ્ઞાનની એકાંત વિચારણા, મનન અને નિદિધ્યાસન માટે તે દઢાસન વાળી કલાકાના કલાકેા ધ્યાનમગ્ન સ્થિતિમાં એકાંત બેસી રહેતા અને ઇંદ્રિયાને નિગ્રહ કરતા; જે વડે આત્મગુણના વિકાસ કરવામાં ફળીભૂત થતા. આમ ધ્યાનની પૂર્ણાહુતિ પછી જ્યારે ધર્મચુસ્ત સુષુક્ષુ જના તેઓશ્રીની પાસે ધમેધ લેવા અને જ્ઞાનચર્ચા માટે આવતા, ત્યારે તે મુમુક્ષુને એવા તા સરસ ઉપદેશ આપતા કે શ્રવણુ કરનારાઓના હૃદયમાં વિતરાગ ધર્મનું આબેહૂબ સ્વરૂપ પ્રકાશી તેમને વૈરાગ્યભાવના પ્રદિપ્ત થતી.
*
વળી તેએાશ્રીના હૃદયમાં હર હ ંમેશ એવી ભાવના રહ્યા કરતી હતી કે આ મારા અલ્પાંશે તૂટેલા જ્ઞાનાવરણા અર્થાત્ ગુરૂગમથી પ્રાપ્ત થયેલા જ્ઞાનનું ઉચ્છેદ્દન ન થાય, તે માટે જીજ્ઞાસુ અને પવિત્ર પાત્ર મળી આવે, તે તેને મારી યત્કિંચિત સ્મરણશક્તિ વડે, જ્ઞાન રૂપ જળથી પુષ્ટ કરૂં. આ પ્રકારની વિચારધારાએ સતત્ તેઓને રહ્યા કરતી હતી; તેના ફળ રૂપે જનપદ દેશમાંથી વિહાર કરીને કેટલાએક સાધુ-સાધ્વીએ પૂજ્યશ્રીના આશ્રય નીચે આવી રહ્યા હતા અને સૌ કોઇ બુદ્ધિગમ્ય રીતે તેઓશ્રીના અદ્ભુત જ્ઞાનનું પાન કરી સતેાષ પામતા હતા.
Jain Education International
અહે? શું એ પુરુષના ઉપકાર ! કેવું એ પુરુષનું પારમાર્થિક જ્ઞાન દાનનું લક્ષણ ! તેનું વિવેચન કરવા માટે મારી અલ્પમતિ કામ આવી શકતી નથી! ખરેખર તેના સ્મરણ રૂપે હું મારી એક નમ્ર વિતક જાત માહિતીના અનુભવની દર્શાવ્યા વિના રહી શકતા નથીઃ-સંવત ૧૯૪૦ ની સાલથી મારા (લેખક ) હૃદયમાં વારંવાર વિચાર થયા કરતા હતા કે લીંબડી-વઢવાણમાં બિરાજી રહેલ મહાન પવિત્ર પુરુષના ચરણમાં જઈને, તેમની મનેાહર મુખ* બરવાળા સ. ના સ્વ. કવિ શ્રી ઉમેદચંદ્રજી મ. ના લેખ ઉપરથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org