Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૨૮
મુકામે પરિષદૂ થઈ ત્યાં સુધી લીંબડી સંઘાડા સાથે સાયલા સંઘાડાને આહાર પાણી ભેગે હતા. તેજ સાલમાં સાત સંધાડાઓ લીંબડીથી જુદા થયા, પરંતુ આહાર પણ તે ભેગો હતો. તે સં. ૧૮૬૯ માં જુદો થયો. ઘણે ભાગે પૂ. નાગજી સ્વામીએ સં. ૧૮૬૯ માં કોલ કર્યો મનાય છે. ( આ લખાણમાં એટલુંજ આશ્ચર્ય ઉપજાવે છે કે સાત સંધાડા તો ૧૮૪૫માં જુદા પડયા છે તો તે પહેલાં તેમણે સાયલામાં ગાદી શી રીતે સ્થાપી ? અને આહાર પાણી સં. ૧૮૬૯ સુધી કેવી રીતે ભેગે રહ્યો તે શંકાસ્પદ છે. )
સ. ૧૮૭૮ ની સાલમાં શ્રી અમદાવાદ મુકામે સ્થાનકવાસી અને તપગચ૭ની ચર્ચા થઈ હતી. તે વખતે મારવાડમાંથી પૂજ્ય રૂપચંદજી સ્વામીના શિષ્ય ચર્ચાવાદી શ્રી જેઠમલજી મ૦ અને કાઠીયાવાડ તરફથી ૫૦ મુલજી સ્વામી પધાર્યા હતા. અને તપગચ્છ તરફથી વીરવિજયજી મહારાજ પધાર્યા હતા. (વગેરે ખ્યાન આગળ આવી ગએલ છે ) તે વખતે કોર્ટમાં ચર્ચા થઈ હતી. તે કેસનું જજમેંટ શું અપાયું તેની નકલ મળેલ નથી. એટલે તે વિષે વિશેષ લખવું યોગ્ય ન ધારી આટલેથી વિરમીશું.
સાયલા સંવાડાની પાટાનુપાટ ૧ પૂજ્ય ધર્માદાસજી મહારાજ
૮ પૂ૦ મેઘરાજજી મ૦ ૨ પૂ. મુલચંદજી મ.
૯ પૂર સંઘજી મ. હાલવિદ્યમાન છે. ૩ પૂ૦ ગુલાબચન્દ્રજી ભ૦
૧૦ મુનિશ્રી હરજીવનજી મ. ૪ પૂ. વાલજી મહા
૧૧ મુ. મગનલાલજી મ. ૫ પૂ૦ નાગજી મ. (મોટા તપસ્વી) ૧૨ મુ. લક્ષ્મીચંદજી મ. ૬ પૂ૦ મુલજી ભ૦
૧૩ મુ૦ કાનજી મ. ૭ પૂદેવચન્દ્રજી મ.
૧૪ મુવ કર્મચંદજી મ. આ સંપ્રદાયમાં મુનિ ૬ છે. તે ઝાલાવાડમાં વિચરે છે.
શ્રી લીંબડી સંપ્રદાયની પટ્ટાવલી ૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ ૩ પૂજ્ય શ્રી પચાણજી મહારાજ ૨ પૂજ્ય શ્રી મૂળચંદ્રજી મહારાજ ૪ પૂજ્ય શ્રી ઈચ્છાજી મહારાજ
૫ લીંબડીના ગાદિપતિ પૂ. શ્રી ઈચ્છાછ મ. પછી તેમની પાટે પૂજ્ય શ્રી હીરાજી સ્વામી બિરાજ્યા. તેઓ જ્ઞાતે કડવા કણબી, ગુજરાતના રહિશ, સં. ૧૮૦૪ માં દીક્ષા લીધી. ને સં. ૧૮૩૩માં આચાર્ય પદ પર આવ્યા. સં. ૧૮૪૧માં ધોરાજી ગામમાં સંથારે કરી ૭૪ વર્ષની વયે તેઓ સ્વર્ગવાસ પામ્યા.
૬ તેમની પાટે પૂજ્ય શ્રી નાના કાનજી સ્વામી બિરાજ્યા. જ્ઞાતે ભાવસાર, વઢવાણ શહેરના રહીશ. સં. ૧૮૧૨માં હળવદ મુકામે દીક્ષા લીધી. સં. ૧૮૪૧ માં આચાર્ય પદવી મળી. અને સં. ૧૮૫૪માં સાયલા મધ્યે સંથારો કરી ૫૪ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા.
* આ ચારે મહાપુરુષોની હકીક્ત પાછળ આવી ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org