Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૨૨૬
કચ્છમાં વિચરનાર મુનિએ કચ્છ સંપ્રદાયના કહેવાયા અને કાઠીયાવાડથી આવનાર મુનિઓ પરદેશી તરીકે સંબેધાતા. સૌ એક જ પ્રવૃત્તિ સેવતા.
સં. ૧૮૪૪ ના પિષ સુદિ ૧૧ શનિવારને દિવસે કચ્છમાં આવેલ મુંદ્રા શહેરમાં શ્રી કણજી વામી ઠા. ૪ તથા અજરામરજી સ્વામી ઠા. ૫ એ બન્નેએ મળી સંધાડાનું બંધારણ કરેલ છે. તે આ પ્રમાણેઃ-( સામજી સ્વામીએ પૂ૦ અજરામરજી સ્વામીનું જીવન લખી મોકલેલ છે તેમાં કચ્છની પ્રથમ મુસાફરી સં. ૧૮૩૬-૩૭-૩૮ ની સાલની અને બીજી મુસાફરી પાછી દશ વર્ષે, સંધાડા સર્વ જુદા પડયા પછી સં. ૧૮૪૬ માં કરેલ; એમ લખેલ છે, તે આ લખાણ પરસ્પર વિરૂદ્ધ જણાય છે. કદાચ સાલમાં ફેરફાર હોવો જોઈએ—એ વાત બન્ને પક્ષે વિચારવા યોગ્ય છે ) વંદણું પરસ્પર નાના મોટાને કરવી, આહાર પાણી ભેગા કરવા. અને કચ્છ દેશમાં જે પરદેશી સાધુઓ પધારે ત્યારે પૂજ્યશ્રી કૃષ્ણજી સ્વામીની આજ્ઞાનુસાર પ્રવર્તે, અને કચ્છના સાધુઓ જે પરદેશમાં જાય ( કાઠીયાવાડમાં ) તો પૂજ્ય ઈછાજી તથા પૂજ્ય કાનજી સ્વામ પણ વિચારવાનું છે કે પૂજ્ય ઈછાજી સ્વામીએ તે સં. ૧૮૩૩ માં કાળ કર્યો છે. તે અહિં ઈરછાજી સ્વામીજીનું નામ કેમ આપ્યું હશે ?) આજ્ઞાનુસાર વર્તવું અને બત્રીશ બોલ બંનેએ પાળવા. કાનજી સ્વામી ઠા. ૧૩ તથા કૃષષ્ણુજી સ્વામી ઠા. ૧૮ એ સર્વેની સમાચારી એકજ છે અને કાનજી સ્વામી તથા કૃણુજી સ્વામીને ભાસે તો અન્ય સંધાડા સાથે પણ આહાર પણ થઈ શકે. મહારાજ શ્રી મુલચંદજી સ્વામીના અને શ્રી.હીરાજી સ્વામીના પરિવારે એ મુજબ ચાલવું.
કાળની ગતિ અતિ ગહન છે. ઉપલું બંધારણ માત્ર ૧૨ વરસ લગી ચાલ્યું. સંવત ૧૮૫૬ માં પૂજ્ય દેવજી સ્વામી અને પરદેશી દેવરાજજી સ્વામીનું માંડવી શહેરમાં એક સાથે મારું થયું.
આ ચાતુર્માસમાં છકેટી-આઠ કોટીની તકરાર થતાં શ્રાવણ વદિ ૮ ને બુધવારે છકાટી-આઠ કેટીના શ્રાવકે સામાયિક-પ્રતિક્રમણ અલગ અલગ કરવા લાગ્યા. અને એ કમે વિખુટા પડી અકયબળમાંથી ભિન્નતા કરી સ્થાનકે પણ જુદા બંધાયાં તેની અસર કરછના ઘણા ગામોમાં થતાં સ્થાનકોમાં વિભાગ પાડ્યા. અને સૌ પિતપોતાના સંધાને મજબુત કરવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. ( પુરાતની ભંડારમાંથી મને એક ચીઠી મલી હતી. તેમાં પણ લખ્યું હતું કે-કચ્છ દેશના માંડવી બંદરમાં છ કોટી, આઠ કોટીની પ્રરૂપણા તથા તેના શ્રાવક શ્રાવિકાને જુદા સં. ૧૮૫૬ ની સાલમાં થયો છે. )
આ વાતને આજે એકસો ચેત્રીસ વરસ થયા, હવે કાંઈક સંઘોમાં શાન્તિ દેખાય છે. એટલું પણ સારું છે.
કાળ ક્રમે કચછ સંપ્રદાયમાં પણ બે વિભાગ થયા. જેથી એક કચ્છ આઠ કોટી મેટી પક્ષ તરીકે ઓળખાય છે. અને બીજે વિભાગ કચ્છ આઠ કેટી નાની પક્ષ તરીકે ઓળખાય છે. તે અને સંપ્રદાયની પાટાનુ પાટ નીચે મુજબ:--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org