Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૮
સંપ્રદાય તરીકે પ્રવશે. આ સાંભળી ધર્મદાસજીએ એવાજ એક પ્રશ્ન ધર્મસિંહજીને કર્યો કે મહાત્મન્ ! ત્યારે આપને પ્રથમ પારણે શું મળ્યું હતું ? અને તેને આપે કેવા નિર્ણય આંધ્યા છે! ત્યારે ધર્મસિંહજીએ કહ્યું:-મુનિશ્રી, મે જ્યારે દીક્ષા લીધી ત્યારે છઠ્ઠું કર્યાં હતા, અને તેને પારણે મને ચુરમાના લાડુ”ની ભિક્ષા મળી હતી, તેથી જેમ લાડુ પાત્રમાં પડતાંજ એક સ્થળે ચાંટી ગયા, તેમ મારા પિરિવાર વધુ વિસ્તાર ન પામતાં અમુક સ્થળમાંજ સંગઠ્ઠિત રૂપે રહેશે. ( આની આગાહી રૂપે દરિયાપુરી સંપ્રદાય ફક્ત ગુજરાત અને થાડાક ઝાલાવાડના સર પ્રદેશમાંજ રહી શકયા છે. ) આમ અરસ્પરસ આ વાર્તાલાપથી તેને ખૂબ આનંદ થયા.
અહિં એટલું સમજવાનું કે બંને મહાત્માઓ જુદા જુદા ગચ્છ સ્થાપક હાવા છતાં પણુ અને વચ્ચે પ્રેમ અને ઐકયનું જે વાતાવરણ જામ્યું હતું, તે ખરેજ અદ્ભુત હતું. આજે મતભેદ ગમે તેટલા હાય; પણ જો આવે એખલાસભર્યું વર્તાવ આજના સંપ્રદાયમાં રહે, તે નિઃશ ંસય શાસનની શે।ભામાં ખૂબજ વૃદ્ધિ થાય, અને ધારેલું કાર્ય પાર પડે; પરંતુ અફ્સોસ કે મહાવીરના એકજ ધર્મના સપૂતા આજે કુસ'પ, ફ્લેશ, પક્ષાપક્ષ અને રાગદ્વેષના વાતાવરણમાં તણાઇ પેાતાની સંગતૢન શક્તિને નષ્ટ કરી વીર પ્રભુના માર્ગના ઉપહાસ્ય કરે છે, સર્વ સાધુવર્યોમાં સદ્ગુદ્ધિ પ્રગટા અને એકમેકમાં પ્રેમપ્રસરે એજ હૃદયભાવના.
શ્રીમાન્ ધર્મદાસજી મહારાજે દીક્ષા અંગીકાર કરી, ચારે કાર દેશિવદેશમાં પરિભ્રમણ કર્યું, અને વિતરાગ ભાષિત ધર્મનાં સત્યતત્ત્વને જગત વચ્ચે પ્રકાશ કર્યાં. આ નગ્ન સત્ય ઉપદેશને પરિણામે તેમને ૯૯ નવાણું શિષ્યા થયા, અને સેંકડા ગામેામાં પેાતાના અનુયાયીએ ઉત્પન્ન કરી જૈનધર્મ ના વિજયવાવટા ફ્રકાગ્યે.
એક વાર પયશ્રી ઉજ્જયિનીમાં બિરાજતા હતા. તે વખતે એક શ્રાવકે આવી ખબર આપી કે મહારાજ! ધારાનગરીમાં રહેલા આપના એક શિષ્ય રાગથી કં ટાળીને યાવવન સંથારા કર્યાં છે; પરંતુ ક્ષુધાને પરિષદ્ધ સહન ન થઈ શકવાના કારણે તેમની વૃત્તિ બદલાઇ ગઇ છે, અને સંઘારે છેાડવા તત્પર થયા છે, માટે આપશ્રી કૃપા કરી ત્યાં પધારે. આથી શ્રી ધર્મદાસજી મહારાજે ‘જલદી આવી પહેાંચુ છું, માટે તે શિષ્ય સથારે ન ભાંગે એટલું કહેજો' એમ સૂચના કરી તે શ્રાવકને વિદાય કર્યા, અને પાતે તરતજ ધારાનગરી તરફ જવા માટે વિહાર કર્યાં. ઘેાડા વખત પછી તેઓ તે સ્થળે આવી પહેાંચ્યા; આ વખતે તે શિષ્ય જીવનના છેલ્લે દમ ખેંચી રહ્યો હતા. ગુરૂવચ્ચે ત્યાં જઇ તેને આશ્વાસન આપતાં કહ્યું:-ભાઈ, આ રત્નચિંતામણી સમાન માનવભવ પુનઃ પુન: મળતા નથી; વળી સંયમ રૂપી હાથમાં આવેલા હીરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org