Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
હાજર થયા હતા. અમને મળેલી “યાદિ એમ જણાવે છે કે તેમાં મૂર્તિ પૂજકોને પરાજય થયો હતો, અને ચેતન પૂજકોનો જય થયે હતો. (ચર્ચાથી વાકેફ થવું હોય તે વાંચો શ્રી જેઠમલજી કૃત સમકિતસાર ગ્રંથ.)
આ વાત ન્યાય તરીકે વિચારતાં બન્ને પક્ષે પોતાને જીતેલા અને સામાને હારેલા જણાવે છે. એક પણ દસ્તાવેજી પુરાવાની ગેરહાજરીમાં કાંઈ પણ લખી ટીકા કરવી એ આત્માથીનું કામ નથી.
પૂ. પ્રાગજી સ્વામીના વખતમાં તેમના સંપ્રદાયમાં ૭૫ સાધુ અને તે ઉપરાંત ઘણા સાધ્વીજીએ વિદ્યમાન હતાં, તેઓ સઘળા એકજ આમન્યામાં વિચરતા હતા અને એકના હુકમને “ તહતુ ” માનતા; જેથી સંપ્રદાયમાં સંપ સારો જળવાઈ રહેવા પામ્યો હતો.
પાટ ૧૨ મી. શ્રી શંકર ઋષિ થયા (તેમના શિષ્ય પુંજાજી વગેરે થયા)
પાટ ૧૩ મી. શ્રી નાથાજી ત્રાષિના શિષ્ય, શ્રી ખુશાલજી ત્રાષિ બિરાજ્યા. પાટ ૧૪ મી. શ્રી પ્રાગજી ઋષિના શિષ્ય, શ્રી હર્ષચંદ્રજી ત્રષિ થયા.
પાટ ૧૫ મી : શ્રી નાનચન્દ્ર ત્રાષિના શિષ્ય, શ્રી મોરારજી ત્રાષિ થયા.
પાટ ૧૬ મી શ્રી ઝવેર ચષિ થયા–તેઓશ્રી વીરમગામના દશાશ્રી. માળી વણિક હતા અને તેમના ભાઈ મેતીચંદ સાથે પ્રાગજી સ્વામી પાસે દીક્ષા લીધેલી. ઝવેર ષિ જ્યારથી પાટે બેઠા ત્યારથી જાવજીવ સુધી છઠને પારણે છઠ કરતા. તેમણે સં. ૧૮૬પમાં દીક્ષા ગ્રહણ કરી ને ૧૯૨૩માં શ્રી વીરમગામમાં કાળ કર્યો હતો. તેમને ત્રણ શિષ્ય થયા. ૧ હીરાચંદજી, ૨ કલાછ અને ૩ ગણુજી ઋષિ.
પાટ ૧૭ મીઃ શ્રી પુંજાજી ઋષિ થયા. તેમણે સ્વ–પર સંપ્રદાયના કેટલાક મુનિઓને અભ્યાસ સારો કરાવ્યો હતો. સં. ૧૯૧૫ ના શ્રાવણ વદી ૫ ના રોજ તેઓએ કાળ કર્યો હતો. આ પાટ સુધી મહાત્માઓ મહાત્ સત્તાધારી થયા હતા.
પાટ ૧૮ મી : નાના ભગવાનજી ઋષિ થયા, તેમણે ૧૯૧૯ નાં માગસરમાં કાળ કર્યો હતે.
પાટ ૧૯ મી : શ્રી નાથાજી હષિના શિષ્ય, નાનચન્દ્રજી સ્વામી જે અઠમ અઠમનો તપ કરતા હતા, તેમના શિષ્ય શ્રી મલચંદજી ઋષિ પાટે બિરાજ્યા.
પાટ ૨૦ મીઃ શ્રી હીરાચંદજી સ્વામી થયા, તેમને ૧૩ શિષ્ય થયા હતા. ૧ શ્રી ત્રીભવનજી; ૨ મીઠાજી; ૩ રામજી ઋષિ, ૪ શ્રી ખુશાલજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org