Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
પાટ ૧૬ મી. શ્રી ભાગચંદ્રજીઃ શ્રી સુખમલજીના ભાણેજ, કચ્છ-ભુજના રહાશ સ. ૧૭૬૦ ના મૃગશિર સુદિ ૨ ના રોજ પિતાની ભેજાઈ તેજબાઈ સહિત દીક્ષા લીધી દીક્ષા લીધા પછી સં. ૧૭૬૪ ભુજમાં પૂજ્ય પદવી મળી, ને સં. ૧૯૦૫ની સાલમાં તેઓ દેવગત થયા.
પાટ ૧૭ મી. શ્રી વાલચંદજી, મારવાડ દેશમાં ફધીના રહીશ, વિશાઓશવાળ છાજેટુ ત્રી. પિતા ઉગરાશા. માતા સુજાણબાઈ બે ભાઈ સાથે તેમણે દીક્ષા લીધી હતી. સં. ૧૮૦૫ માં સાચાર મુકામે પૂજય પદવી મળી, સં. ૧૮૨૯ માં સ્વર્ગવાસી થયા.
પાટ ૧૮ મી. શ્રી માણેકચન્દ્રજી, મારવાડમાં પાલી પાસે દરીયાપુરના રહિશ. ઓશવાલ, કટારીયા ત્રી, પિતા રામચંદ, માતા જીવીબાઈ, માંડવી મુકામે સં. ૧૮૧૫ માં વાલચંદજી ઋષિ પાસે દીક્ષા લીધી. જામનગરમાં સં. ૧૮૨૯ માં પૂજય પદવી મળી, સં. ૧૮૫૪ માં સ્વર્ગે પધાયો.
પાટ ૧૯ મી. શ્રી મુલચંદ રષિ, મારવાડમાં જારી તાબે માસી ગામના વીશા ઓશવાળ, સિંહાલોત્રી, માતા અજબાઈ, પિતા દિપચંદ દીક્ષા ૧૮૪૯ ના જેઠ સુદિ ૧૦ ને રોજ પૂ. માણેકચંદજી પાસે લીધી. નવાનગરમાં સં ૧૮૫૪ ના ફાગણ વદિ ૨ ના રોજ પૂજય પદવી ઘણા ઠાઠમાઠથી અપાઈ હતી. તેઓએ જેસલમેર મધ્યે સં. ૧૮૭૬ માં કાળ કર્યો હતો.
પાટ ૨૦ મી. શ્રી જગતચન્દ્રજી મહારાજ
પાટ ૨૧ મી. શ્રી. રત્નચંદ્રજી મહારાજ
પાટ ૨૨ શ્રી નૃપચંદ્રજી મહારાજ છેલ્લા થયા હતા. ત્યાર પછી તેમના ગચ્છના ત્રણ ચાર યતિઓ છે. પરંતુ કેઈ ગાદી પર બેઠા હોય તેમ સાંભળ્યું નથી. ગુજરાતી લેકાગછ પૈકી (૧) કેશવજી પક્ષના શ્રી પૂજય ન્યાયચંદ્રજીની ગાદી વડોદરા (૨) શ્રી કુંવરજી પક્ષના પૂજય નૃપચંદ્રજીની ગાદી બાલાપુરમાં અને (૩) શ્રી ધનરાજજી પક્ષના શ્રી પૂજય વજેરાજજીની ગાદી જેતારણ ( અજમેર ) માં છે, પરંતુ તેમના પરિવારમાં કેઈ ન હોવાથી તે ગાદી બંધ પડી છે.
ઇતિ શ્રી લકાગછ પટ્ટાવાળી સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org