Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
આપણે ના કહિયે છીએ, છતાં તેને રહેવું છે, તો આપણે શું કરીએ? એમ કહી તેમણે આજ્ઞા આપી.
આજ્ઞા લઈ ધર્મસિહજી યુનિ દેવળમાં રાત્રિવાસ રહ્યા. જેમ જેમ સંધ્યાને સમય વ્યતિત થઈ રાત્રી વધતી ચાલી, તેમ તેમ દરિયાખાન પીરની જગ્યા વધુને વધુ નિર્જન તથા બિહામણી બનતી ગઈ. છેવટે એ ભયંકર મકાનમાં મુનિ એકલાજ રહ્યા. તેમણે “ બીક કે ડર ” એ શબ્દનો કયારનેયે ત્યાગ કરી દીધો હતો. ધર્મસિંહે વા જેવી કઠણ છાતી કરીને એક જગ્યાએ જમીન પુંજી, અને પછી દઢ આસન લગાવીને સૂત્રોનું અધ્યયન કરવામાં મશગૂલ બન્યા. તેઓ સૂત્રોના મહાપદના આનંદમાં એવા તો લીન થયા હતા કે આસપાસ શું બને છે તેનું તેમને લેશ પણ ભાન નહોતું, માત્ર વિતરાગ પ્રણિત વચનનીજ ધુન લાગી હતી. બરાબર મધ્યરાત્રિ થઈ હંમેશના પોતાના નિયમ મુજબ યક્ષ સમય થતાં તે દેવાલયમાં દાખલ થયા, અને તેમાં બેઠેલા શ્રીમદ્ ધર્મસિંહ તરફ એકાગ્ર દૃષ્ટિએ જોવા લાગ્યા. કદિ નહિ સાંભળેલા અપૂર્વ શ તેની શ્રવણ ઇંદ્રિયમાં પ્રવેશ્યા. આથી યક્ષ આશ્ચર્ય પામ્યો; એટલું જ નહિ પણ આ મહાન વાકાએ ચક્ષના હૃદયમાં વિચિત્ર પ્રકારની અસર ઉપજાવી. ધર્મસિંહજીને મૃત્યુગત કરવા આવેલા પક્ષના હૃદયમાં તેમના પ્રત્યે માન ઉત્પન્ન થયું. યક્ષ પિતાનું વૈર ત્યાંજ ભૂલી ગયે, અને મુનિની સેવા કરવા લાગ્યું. શ્રીમદ ધર્મસિંહજીએ તેને બંધ આગે; તે બોધથી પ્રેરાઈ યક્ષે હવેથી કોઈપણ પ્રાણીને આ સ્થાનકમાં ઉપદ્રવ નહિ કરવાનો નિશ્ચય કર્યો, અને શુભ લાગણી દર્શાવી સ્વસ્થાનકે ચાલ્યો ગયો. શ્રીમદ્ ધર્મસિંહજી મુનિ આવેલ કસેટીમાંથી પાર ઉતર્યા. આ બધો પ્રભાવ હૃદયની દઢતા, ધર્મશ્રદ્ધા, અને વિતરાગ પ્રણિત વચનામૃતે સિવાય બીજો શાને માની શકાય?
સવાર પડતાંજ અનેક મનુષ્ય ધર્મસિંહજી મુનિનું શબ જોવાના ઈરાદે ચક્ષના દેવાલય પાસે આવી પહોંચ્યા, ત્યાં તે તે સૌએ આશ્ચર્ય વચ્ચે મુનિને સહિસલામત ધ્યાનસ્થ સ્થિતિમાં જોયા. ડીવારે ધર્મસિંહજીએ સૌને ગત રાત્રિની વાત કરીને કહ્યું – હવે આ સ્થાન વીતરાગદેવની કૃપાએ ભય ૨હિત બન્યું છે ! ચાર ઘડી દિવસ ચડ્યા પછી ધર્મસિંહજી મુનિ કાળુપુરના ઉપાશ્રયે આવ્યા અને પિતાના ગુરુદેવને ભાવયુક્ત વંદન કર્યું. ગુરુદેવે ધર્મસિંહજીને નિડર, અને મજબુત આત્મબળવાળા જોઈ મુક્ત કંઠે પ્રશંસા કરી કહ્યું –ખરેખર ! હું તમારાં વિનય, ભકિત અને આવાં શૂરાતન ભરેલાં કામથી સંતોષ પામ્યો છું, મને વિશ્વાસ છે કે તમે જરૂર કરવા ધારેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org