Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
સભામાં એક પંડિત વાદ કરવા આવતા. તેને જીતવા માટે રાજાએ સારાયે શહેરમાં પડહ વગડાવ્યો. આ પડતું ત્યાં બિરાજતા શ્રી ગુણાચાર્યના શિષ્ય “હગુપતે ” ગુરૂને પૂછયા વિના ઝીલ્યો. અને પછી ગુરૂને વાત કરી. ત્યારે ગુરૂએ કહ્યું કે તમે આ કામ ઠીક નથી કર્યું, કેમકે આપણે વાદ કરવાની જરૂર શી ? પરંતુ પડતું ગ્રહ્યા પછી બીજે કાંઈ રસ્તો ન હતો, તેથી શિષ્ય કહ્યું કે હવે તે આપણે વિજય થાય તેવો રસ્તો બતાવો. તેથી ગુરૂએ તેને અનેક વિદ્યાઓ શીખવી સભામાં મોકલ્યો. જેનસાધુને પિતાની સામે વાદમાં આવેલા જાણી ઉક્ત પંડિતે વિચાર્યું કે આ જૈની છે, માટે જૈનના ઘરની જ વાત લઈને વાદ કરૂં. જેથી એ ઉત્થાપી શકશે નહિ. એમ નિશ્ચય કરી તે પંડિત બા -મહારાજ, સંસારમાં બેજ રાશિ છેઃ–ધરતી ને આકાશ, દિવસ ને રાત, પુરૂષ ને સ્ત્રી, પુણ્ય ને પાપ, જીવ ને અજીવ, બંધ ને મેક્ષ, સ્વર્ગ ને નરક, વગેરે આ દુનીયામાં બે બે રાશિઓ છે. કેમ, ખરું કે નહિ ? ત્યારે રેહ ગુતે કહ્યું – ના. સંસારમાં ત્રણ રાશિ છે. જુઓ. ત્રણ કાળ, ત્રણ લેક, સ્ત્રી, પુરૂષ, નપુંસક એ ત્રણ વેદ, જીવ, અજીવ ને નેજીવ એ ત્રણ રાશિ, ઈત્યાદિ દરેક ત્રણ રાશિઓ છે. જીવ રાશિ સિદ્ધ કરવા માટે તેણે ગળીની કપાયેલી પૂછડીનું દષ્ટાંત આપ્યું અને કપડાંને વળ ચડાવી ફરતું દેખાયું. વગેરે અનેક દૃષ્ટાંત વડે નાજીવ રાશિ સિદ્ધ કરી. તેમજ બીજી અનેક ચમત્કારીક વિદ્યાઓ વડે પંડિતને જીતી, જય મેળવી તે રોહગુપ્ત ગુરૂ પાસે આવ્યા, અને સર્વ વાત નિવેદન કરી. ત્યારે ગુરૂએ કહ્યું કે – જીવ અને અજીવ એ બેજ રાશિ છે, પરંતુ તમેએ ત્રણ રાશિ સ્થાપી, ઉસૂત્ર ભાંખેલ છે; માટે સભામાં જઈ માફી માગે. અને વિતરાગના માર્ગનું આરાધન કરે. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી માનભંગનું કારણ માની તેણે તેમ કર્યું નહિ; એટલું જ નહિ પણ ઉલટો તે ગુરૂ સાથે વાદ કરવા લાગ્યા. અને પોતેજ જ્ઞાની છે તેનું અભિમાન તેને થયું. આમ અભિનિષિક મિથ્યાત્વના ઉદયે ગુરૂનું સત્ય પ્રવચન તેણે સ્વીકાર્યું નહિ અને અસત્યને આશ્રય લીધે. છેવટે ગુરૂ શિષ્ય બંને એક કુતિયાવણની દુકાને ગયા અને નવ રાશિ માગી. પરંતુ તે ન મળી તોપણુ શિષ્ય પોતાની હઠ ન છેડી અને ઉસૂત્ર પ્રરૂપક બન્યા. આ છઠો “àરાશિક રહગુપ્ત ” નામક નિન્હવ થયે કહેવાય છે. વીરાત્ ૫૪૮ વિક્રમ સં ૭૮ શ્રી ગુણાચાર્યના ગુરૂભાઈએ ઐરાશિક મતાવ
લંબી રેહસને પરાજય કર્યો. વીરાત પ૬૫ વિ. સં. ૯૫ શ્રી અહિલાચાર્ય મહાન વાડી થયા. વીરા ૫૮૦ વિ. સં. ૧૧૦ શ્રી આર્યરક્ષિત સ્વામીએ સર્વ આગમમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org