Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૦૫
પૃથક્ પૃથક અનુગોનું સ્વરૂપ દશાવ્યું.
શ્રી આર્યક્ષિત તથા દુબલિકા પુષ્પ. જે વખતે દશપુર નામક નગરમાં “ઉદાયન ' નામે રાજા રાજ્ય કરતે હતો, તે વખતે ત્યાં રહેતા સોમદેવ નામના પુરોહિતની સ્ત્રી રૂદ્રમાની કુક્ષિએ “આર્ય રક્ષિત” તથા “ફાલ્ગન રક્ષિત” એ નામના બે પુત્રનો જન્મ થયો હતો. તેઓ વેદશાસ્ત્ર આદિ અનેક બ્રાહ્મણશાસ્ત્રોમાં પારંગત હતા, જ્યારે તેઓની માતા રૂદ્રમા જૈનધર્માનુરાગી હતી. એકવાર બંને ભાઈ પૈકી આયરક્ષિત અભ્યાસાર્થે પાટલીપુર નગરમાં ગયે હતો, અને ત્યાં ઉપનિષદ આદિ શાસ્ત્રોને ઘણે અભ્યાસ કરી જ્યારે તે ઘેર આવ્યું, અને આશીર્વાદ માટે માતાને વંદન કર્યું, ત્યારે તેની માતા સામાયકાદિ કિયામાં પ્રવૃત્ત હોવાથી આવેલ પુત્ર આર્ય રક્ષિતને આવકાર ન આપે; આથી આર્ય રક્ષિત ખેદ પામ્યો અને મનોગત વિચારવા લાગ્યો કે અહ, મારા જીવનને ધિક્કાર છે, કારણ કે જે વિદ્યા માટે મેં સતત પરિશ્રમ સેવ્યા છતાં તે માટે મને માતા તરફથી આશીર્વાદ પણ ન મળે તે તે વિદ્યા શા કામની? એવામાં તેની માતાનું સામાયકવૃત પૂર્ણ થયું અને તેણે આયરક્ષિત કુમારને કહ્યું –હે પુત્ર, તમે જે વિદ્યા ભણીને આવ્યા છે, તે આત્માનું સાર્થક ન કરતાં સંસાર રાગની વૃદ્ધિ કરનાર છે. અને તેથી જ હું ખૂશ ન થાઉં તે સ્વાભાવિક છે. ત્યારે આર્ય રક્ષિતે કહ્યું–માતા, એવી કઈ વિદ્યા છે કે જેથી આત્માનું સાર્થક થાયમાતાએ કહ્યું-પુત્ર, સાંભળ. આપણા ગામની બહાર વાઢમાં “શ્રી તેતલી પુત્ર” નામના આચાર્ય પધાર્યા છે, તેમની પાસે જઈને તું “દષ્ટિ વાદમાં રહેલ જ્ઞાનનો અભ્યાસ કર, જેથી તે જ્ઞાન તને મેક્ષ સુખનું આપનાર નીવડે અને મને સંતોષ પણ થાય. માતાનું આ વચન સાંભળી, તેમને વિનય કરી તરતજ તે આર્ય રક્ષિત દષ્ટિવાદનો અભ્યાસ કરવા માતાની આજ્ઞા લઈ, ગુરૂ પાસે જવા ચાલી નીકળે. માતા પણ ડેક સુધી તેની સાથે ગઈ. તેવામાં ગામ બહાર નીકળતાંજ એક ખેડુત શેરડીના સાડા નવ સાંઠા ગ્રહણ કરી સામે આવતો દેખાયે. આ જોઈ તેની માતાએ વિચાર કર્યો કે–પ્રથમ શુકનમાં જ સાડા નવ સાંઠા મળ્યા; તેથી આ પુત્ર સાડા નવ પૂર્વનું જ્ઞાન મેળવશે; એમ નક્કી કરી સંતોષ માની, પુત્રને શુભાશીષ આપી તેની માતા ત્યાંથી પાછી ફરી, અને આયરક્ષિત તતલી પુત્ર આચાર્ય પાસે ગયા. ત્યાં જઈ આચાર્યને સવિનય વંદન કરી, દષ્ટિવાદનું જ્ઞાન આપવાની યાચના કરી. ત્યારે ગુરૂદેવે તેને કહ્યું કે આ જ્ઞાન તો કેવળ દીક્ષિત થયેલાઓનેજ મળી શકે છે. આ પ્રમાણે ગુરૂવચન સાંભળી માતાની ઈચ્છા પૂર્ણ કરવા તેણે ત્યાં દીક્ષા લીધી. અને પૂર્વોને અભ્યાસ શરૂ કર્યો. એ રીતે સતત જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહેતાં અનુક્રમે તેમણે સાડા નવપૂર્વને અભ્યાસ કરી લીધું.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org