Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૫૦ પ્રસંગે એક વૈષ્ણવ પંડિતે કહ્યું હતું કે શ્રીમાન શંકરાચાર્યે અમારી સાથે વિરોધ ન કરવું જોઈએ. કેમકે અમે વેદ ધર્મીઓને વૈષ્ણવ બનાવ્યા નથી. કારણ કે હાલ જે ચાલીસ લાખ વૈષ્ણવે છે. તેનું મૂળ તપાસીયે તે તેઓ પૂર્વે જેને હતા, અમારા બાપદાદાઓએ જેને વટલાવીને વૈષ્ણવો બનાવ્યા છે, નહિ કે વેદ ધમએને માટે શ્રી શંકરાચાર્યે તો આથી ખુશ થવું જોઈએ. આ ઉપરથી જેનેની પડતીનો સહજ ખ્યાલ આવી શકે છે. અને એનું કારણ જૈનાચાર્યોની ગચ્છ પરત્વેની ખેંચતાણે. વળી મહેસાણામાં હાલ જે દશા દિશાવાડ વાણીયાઓ છે તે પહેલાં જેને હતા. વિજાપુરમાં વેરા વાસણામાં જેટલા વણિક વૈષ્ણવે છે તે શ્રી રૂપસુંદરના ઉપાશ્રયના જેને હતા. દશાલાડ વણિકો પણ જેને હતા. તેમની પટાવળીઓ જન ગ્રંથમાંથી મળી આવે છે. અજમેર, જોધપુર, ઉદેપુરમાં કેટલાકોએ વિષ્ણુ અને શંકરને મત સ્વીકારે છે. કાઠીયાવાડમાં કેટલાક દશા, વિશાશ્રીમાળી જૈનાએ બોટાદ વગેરેમાં લગભગ ૫૦ વર્ષ પહેલાં સ્વામીનારાયણ ધર્મ સ્વીકાર્યો છે.
અકબર બાદશાહના સમયમાં સાડા ત્રણ કરોડ જેને હતા. આ બાબતને પુરા લંડનમાં ગયેલા દફતરોમાંથી મળી શકે છે.
આ બધાનું કારણ આપણુ પારસ્પરિક સાંપ્રદાયિક ઝગડાઓ અને પ્રમાદ! અસ્તુ. હવે આપણે મૂળ વાત પર આવીયે. વરાત્ વિક્રમાત્ ૧૪૩૨ ૯૯૨ અમૃતચન્દ્રસૂરિએ–સમયસારની ટીકા રચી. ૧૪૬૪ ૯૯૪ સર્વદેવસૂરિ મહારાજથી શ્રી વડગ૭ (બહગચ્છ)ની
સ્થાપના થઈ. ૧૪૯૬ ૧૦૨૬ “તક્ષશિલા” નું નામ “ગીઝની ” પડયું ૧૫૧૨ ૧૦૪૨ પાર્શ્વનાગસૂરિએ “આત્માનુશાસન” રચ્યું. ૧૬૦૯ ૧૧૩૯ અભયદેવસૂરિ. નવાંગી ટીકાકારને વિક્રમ સંવત ૧૦૮૮માં
આચાર્ય પદ મલ્યું હતું, અને ૧૧૩૯ માં સ્વર્ગે પધાર્યા હતા. તેમનું વૃત્તાંત નિચે પ્રમાણે–
નવાંગી ટીકાકાર અભય દેવ સૂરિ. ઇતિહાસ તપાસતાં જણાય છે કે અભયદેવસૂરિ છ થયા છે તેમાંના પ્રથમ અભયદેવ-ધારાપુરી નગરીમાં મહીધર નામના એક શાહુકારની ધનદેવી નામની સ્ત્રીની કુક્ષિએ ઉત્પન્ન થયેલા. એક દહાડે વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ તે ગામમાં પધાર્યા. અને તેઓશ્રીને બાધ સુણી અભય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org