Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૮૧
પાટ ૭ મી. શ્રીરૂપઋષિ; અણહીલપુર પાટણના રહીશ, વેદ શેત્રી, જન્મ સંવત ૧૫૫૪ ઘણું દ્રવ્ય છેડી ન્હાની વયમાં સં. ૧૫૬૬ માં સ્વયંમેવ (પોતાની મેળે ) દીક્ષા લીધી અને સં. ૧૫૬૮ માં પાટણ મુકામે ૨૦૦ ઘર શ્રાવકના બનાવીને લંકાગચ્છમાં ભળ્યા. માત્ર ૧૯ વર્ષ દીક્ષા પાળી, સં. ૧૫૮૫ માં બાવન દિવસને સંથારાકરી સ્વર્ગમાં ગયા.
પાટ ૮ મી. શ્રી જીવાજીત્રષિ; સુરતના રહીશ, પિતાનું નામ તેજપાલશાહ, માતાનું નામ કપુરાબાઈ. જન્મ સં. ૧૫૫૧ માધ વદિ બારસ. સં. ૧૫૭૮ માં ઘણું દ્રવ્ય છેડી દીક્ષા લીધી સં. ૧૫૮૫ ની સાલમાં અમદાવાદ ઝવેરીવાડામાં લંકાગચ્છના નવલખી ઉપાશ્રયમાં પૂજય પદવી આપી હતી. સુરતમાં ૯૦૦ ઘરને પ્રતિબધી શ્રાવક કર્યા હતા. ૩પ વર્ષ સંયમ પાળી સં. ૧૬૧૩ ના જેઠ વદિ ૧૦ ના રોજ સંથારે કરી સ્વર્ગવાસી થયા હતા.
એમના વખતમાં શિરોહીની રાજ્ય કચેરીમાં શૈવમાગી અને જૈન માર્ગીના અનુયાયી વચ્ચે વિવાદ થયે હતો, એમાં જૈન યતિઓ હાર પામવાથી તેમને દેશ છોડી જવાનો હુકમ થયો. એટલામાં અમદાવાદ મુકામે બિરાજતા પૂજ્ય શ્રી જીવાજી ઋષિને ખબર પડવાથી પોતાના શિષ્ય વડા વરસીંગજી તથા કુંવરજી વગેરેને ત્યાં મેલ્યા. જેમણે ચર્ચા કરીને જૈન મતની જયધ્વજા ફરકાવી અને હુકમ પાછો ખેંચાવી લીધો.
(તે સમયમાં સર્વથી પહેલાં લેકાગચ્છના યતિશ્રી જીવાજી ષિના શિષ્ય શ્રી જગાજઋષિ અને તેમના શિષ્ય શ્રી જીવરાજજી મહારાજે યતિવર્ગમાંથી અલગ થઈ સંવત ૧૬૦૮ ની આસપાસ કિયા ઉદ્ધાર કર્યો. તેઓમાંના હાલ પાંચ સંપ્રદાયે વિદ્યમાન છે. તે આગળ કહેવાશે.).
અહીંથી ટુટફાટ શરૂ થઈ. મેઘજી નામના એક સ્થવીરને કોઇ કારણથી ૨૭ ઠાણા સહિત ગ૭ બહાર કરવામાં આવ્યા, તેથી તેઓ હીરવિજયસૂરિ પાસે ગયા અને તેમના ગચ્છમાં ભળ્યા.
આ સમયમાં ૧૧૦૦ કાણુ લોકાગચ્છમાં વિચરતા હતા. પરંતુ સંપ તૂટવાથી અને બીજા વિવિધ કારણેથી એકમાંથી ત્રણ ગચ્છ થયા.
૧ શ્રી જીવાજીઋષિ—ગુજરાતમાં વિચરતા હતા. તેમને સમુદાય “ગુજરાતી લેકાગચ્છ” તરીકે ઓળખાવા લાગ્યો. અને આઠ પાટ સુધી અમદાવાદમાં તેમની ગાદી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org