Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૬૮
આંખે ચડાવરાવી બાદશાહને કહ્યું કે, હવે આ ખેતીની અંદર શું છે, તે જુએ બાદશાહે જોયું તો અંદર મસ્યચિન્હ દેખાયું. આ જોઈ બાદશાહ તેની પારખ શક્તિ પર અજાયબ થયે અને તેની પ્રશંસા કરી પુનઃ કહ્યું –શાહજી, તમે આની કિંમત કાંઈ જ નથી એમ શાથી કહ્યું? ફેંકાશાહે ઉત્તર આપે કે આ મોતીને એરણ પર મૂકી હશેડો મારે એટલે તરત તે કુટી જશે. બાદશાહે ઝવેરીની અનુમતિ મેળવી હથોડો માર્યો એટલે તે મેતી ફટ દઈને ફૂટી ગયું. બસ. અહિંથી કાશાહને ભાગ્યોદય ખીલ્ય. બાદશાહે બધા ઝવેરીઓને વિદાય કરી લંકાશાહને પરિચય પૂછયે. લંકાશાહે પિતાને પૂર્વ ઈતિહાસ બાદશાહને વિદિત કર્યો. એટલે પાદશાહે ખૂશ થઈને ફેંકાશાહના સંબંધીઓને નોકરી આપી. અને લંકાશાહને તિજોરદાર તરીકે પાટણ મોકલ્યા. તેમણે પોતાના બુદ્ધિબળે ત્યાંનું ગુંચવણ ભર્યું કામ સરળ બનાવ્યું. પછી બાદશાહે તેમને અમદાવાદ બોલાવી પોતાની પાસે રાખ્યા. આ વખતે લંકાશાહ બાદશાહના જમણા હાથ સમ લેખાતા; એટલું જ નહિ પણ અમદાવાદ જીલ્લામાં એક વખત પોતે કરે તે જ થાય, એ તેમને પ્રભાવ અને સત્તા જામ્યા હતા. તે પણ પોતે નિરભિમાની રહી પરોપકાર કરતા, પ્રજા પર પ્રેમ રાખતા, ગરીબોના આંસુ લુછતાં અને વખતો વખત બાદશાહને દયાને માર્ગ બતાવતા. આમ સર્વત્ર શ્રીમાન લંકાશાહની કીતિ જામી રહી હતી.
મહેમદશાહ બાદશાહની હજુરમાં તેમણે તેના જમણા હાથ તરીકે દશ વર્ષ કામ કર્યું. તેઓ અનેક રાજા-રાણુઓના કામ કરાવી આપતાં, પણ લાંચ રૂશ્વત લેતા નહિ. ત્યાર પછી ટુંક વખતમાં મહમદશાહ બાદશાહનું અવસાન થયું.
તે સંબંધમાં શ્રી. ૨. મ. નિલકંઠ “ગુજરાતને સંક્ષિપ્ત ઈતિહાસમાં લખે છે કે -મહમદશાહ રાજાએ ચાંપાનેરના રાવળ “ ગંગાદાસન પાવાગઢમાં ઘેર્યો હતો. તેવામાં રાવળની કુમકે માળવાને બાદશાહ ચડી આવ્યા. તેનાથી ડરીને ગુજરાતના સુલતાન મહમદ શાહે પાછી પાની કરી, તેથી તેના અમીરાએ તેને ઝેર દઈ મારી નાખે ને તેના શાહજાદા “કુતુબ” ને બાદશાહ ઠરાવ્યા.
મહમદશાહને તેના અમીરાએ ઝેર દઈને મારી નાખ્યું. આ વાત સાંભળતાં જ ફેંકાશાહના રોમાંચ ખડા થયાં. રાજ્ય પ્રપંચ અને રાજ કાવાદાવાથી તેમનું મન ત્રાસ પામ્યું અને આવા સ્વાથી સંસાર પર ફેંકાશાને તિરસ્કાર છૂટ. જે બાદશાહની દશ-દશ વર્ષો સુધી પ્રીતિ મેળવી. તેજ પાદશાહનું આ રીતે કરપીણ ખૂન થવાથી તેને રાજખટપટ ઉપર તિરસ્કાર આવ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org