Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૩૩ કરતા એનું પરિણામ સમય જતાં બહુજ વિપરીત આવ્યું. અને જૈનેતરની દેખાદેખીથી શ્રી વીતરાગની પ્રતિમાને તેઓએ પૂર્ણ વૈભવી બનાવી; એટલું જ નહિ પણ હવે તે કઈ કઈ ઠેકાણે શ્રી અનાહારી વીતરાગદેવની મૂર્તિ સન્મુખ જનનાં થાળ ધરાવવા સુધીની પણ પ્રથા દાખલ થઈ છે.
આ રીતે શ્રી વીર નિર્વાણના બીજા સૈકાના અંતમાં પ્રતિમાની શરૂઆત થઈ. અને શ્રી વીર નિર્વાણ પછી ૪૦૦ વર્ષે શ્રી સંપ્રતિ રાજા થયા. તેણે પ્રતિમા સ્થાપક ગુરૂઓના ઉપદેશથી સ્થળે સ્થળે દહેરાં અને પ્રતિમા કરાવ્યા. બીબ ભરાવ્યા. અને પ્રતિમા પૂજનને પ્રચાર ખૂબ વધાર્યો. પણ એમ કરવા જતાં તેમાં વિકૃતિ જન્મી, પરિણામે તેથી થતાં મહારંભ અને પરિગ્રહનો ન તે ઉપદેશકે એ વિચાર કર્યો કે ન તો લેકે એ વિચાર કર્યો, અને એ રીતે પ્રતિમા પૂજન એજ આત્મ કલ્યાણનું પરમત્કૃષ્ટ સાધન છે એમ પાછળથી શિથિલાચારી સાધુઓએ ઉપદેથયું અને તે સાથે પ્રતિમાપૂજનની ઉપયોગીતા અને મહત્તા બતાવનારા અનેક સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચાયા. આમ નિર્વદ્ય ધર્મના સ્થાને સાવદ્ય ધર્મની સ્થાપના થઈ.
ધર્મ રક્ષણ માટે–માત્ર અવલંબનને માટે અથવા જૈનને ઇતર ધર્મમાં જતાં અટકાવવા માટે કરાયેલું મૂર્તિપૂજાનું આ વિધાન આગળ જતાં, કેટલી હદે પહોંચ્યું! તેમાં કેવા કેવા ફેરફાર થયા! તે વિષે વધુ વિવેચનની આવશ્યક્તા રહેતી નથી. આ સંબંધી “નોટ્સ ઓન ધી સ્થાનકવાસી જૈન” નામક એક પુસ્તકની નકલ પર અભિપ્રાય આપતાં સમર્થ ન સૂત્રજ્ઞ જર્મન છે. મી. હર્મન જેકેબી એક પત્રદ્વારા લખે છે કે:Dear Sir,
Your kind letter of 9th inst. and the copy of the "Notes on the Sthanakwasi Jains" reached me here far away from Bombay. I have read the booklet with great interest and shall give notice of it in my report on Jainism which appears every second year in the archive for history of religion a German Journal Being away from my books. I cannot enter into details of the subjects but if I am not greatly mistaken I have somewhere expressed my opinion that worship in temples is not an original element of Jain religion but has been introduced in order to meet the devotional requirements of the deity. The practice of idol worship seems to be pretty old though
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org