Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૩૨ છે. તેમજ શ્રી સંઘપટ્ટકના કર્તા શ્રી જિનવલલભસૂરિએ પણ એજ વાતને બહુ જ સારી રીતે અને સાથે સાથે દઢતાથી સમજાવેલ છે-માન્ય કરેલ છે. વધુમાં સામાન્ય બુદ્ધિથી વિચાર કરતાં સમજી શકાશે કે જૈન શાસ્ત્રો-આદ્ય ગ્રંથોમાં કોઈ પણ સ્થળે પ્રતિમા પૂજનનું સ્પષ્ટ વિધાન વાંચવામાં કે જોવામાં આવતું નથી.
શ્રી જ્ઞાતાજી સુત્રનાં પ્રથમ અધ્યયનમાં શ્રેણિક રાજાની મહેલાતો, અરે! સ્નાનગ્રહ વગેરેનું બહુજ વિસ્તાર પૂર્વક વર્ણન આવે છે, ધારિણી રાણુનાં શયનગ્રહનું પણ વર્ણન છે; પરંતુ એમાં કોઈ પણ સ્થળે જિનાલયનું વર્ણન નથી. રાજા શ્રેણિક નિદ્રાથી મૂત થઈ વ્યાયામશાળા-મર્દનશાળા-સ્નાનગ્રહ વગેરે સ્થળે જાય છે એમ સૂત્રકાર બતાવે છે, ઉપરાંત તેની શરીર શુશ્રુષા, તેનું કચેરીમાં આગમન ઈત્યાદિ ઘણી બાબતો વર્ણવવામાં આવી છે. કિંતુ તેણે કયાંય પ્રતિમાનાં દર્શન કર્યા કે તેનું પૂજન કર્યું એવું વર્ણન આવતું નથી. એવી જ રીતે શી ઉપાસક દશાંગજી સૂત્રમાં શ્રી મહાવીરના દશ પરમ શ્રાવકોનું વર્ણન છે. તેમાં પણ કયાંય પ્રતિમા પૂજનની વાત ( એ સૂત્રની જુની પ્રતમાં પણ ) નીકળતી નથી.
આવી રીતે પ્રતિમાનું સ્થાપન અને પૂજન વગેરેની શરૂઆત ખાસ કારણને લીધે એટલે કે લોકોને જન ધર્મથી ભ્રષ્ટ થતાં અટકાવવા માટે જ સદ બુદ્ધિપૂર્વક કરવામાં આવેલ છે, પણ તેનું પરિણામ ધાર્યા કરતાં અથવા તો જે પરિણુમની કલ્પના પણ નહિ થઈ હોય તેવું વિપરીત આવ્યું. વ્યવહારમાં જેમ અનેક કાર્યમાં દષ્ટિગોચર થાય છે તેમ કોઈપણ પ્રણાલિકા અમુક ખાસ પ્રસંગે–અપવાદ રૂપે શરૂ કરાય છે. અને પછી તેને જે સુરતમાં જ પ્રતિકાર થતો નથી તો તે અપવાદ રૂપે શરૂ કરેલ પ્રણાલિકા કર્તવ્યરૂપે જ પરિણમે છે. અને પછી સમય વિતતાં, તે સિદ્ધાન્ત રૂપે સ્થાપિત થાય છે.
નાના બીજ રૂપે કરાયેલી શરૂઆત મહાન વૃક્ષ તરીકે કુલે છે, વડનું બીજ, બીજા બીજા કરતાં બહુ જ બારીક હોય છે. પણ તે ફાલી કુલીને વડ રૂપે પરિણમે છે. ત્યારે બીજા બધાં વૃક્ષો કરતાં મહાન થઈ જાય છે. એવી જ રીતે કોઈ મકાનની મજબુત દીવાલમાં કે કઈ મજબુત કિલામાં એક નાની શી તડ પદ્ધ હોય, અને જે તરત જ તેને સાંધી લેવામાં ન આવે અથવા એની ઉપેક્ષા કરવામાં આવે તો પરિણામે એ તડ, એ દીવાલ કે એ કિલ્લાને નાશ કરનાર નીવડે છે. હજારે મનુષ્યોને તારી જનાર મેટા વહાણમાં એક સોયની અણી જેટલું નાનું છીદ્ર પડયું હોય અને એની જે ઉપેક્ષા કરવામાં આવે તો. “છો નઈ દુહો મારત' એ સૂત્રાનુસાર એ વહાણ અને એમાં બેસનારા સર્વ કેઈ ડૂબે છે. એ નિયમ મુજબ પ્રતિમાની સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org