Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૪૩
પાળ અને તેજપાળ એ એ જૈન પ્રધાના થયા. તેમણે જૈન ધર્મની જયપતાકા *કાવી. વિક્રમ સંવત સેાલસાની સાલમાં શ્રી હીરવિજયજી મહારાજ થયા. તેમણે અકબર ખાદશાહને પ્રતિબેષ આપ્યા. તેમના વખતમાં શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયે ખરતર આદિ અન્ય ગચ્છાનું ખંડન કર્યું હતું. તેથી ખરતર તપાગચ્છ આદિ ગચ્છાના આચાર્યોં તથા શ્રાવકેાના પરસ્પર સંપ તથા સબંધ સારી રીતે રહી શકયા નહિ. જૈનાચાર્યે પેાતાના જૈનધર્મ રૂપ ઘરમાં ગચ્છના ભેદે પરસ્પર વિવાદ કરીને પેાતાના આત્મવી ના ક્ષય કરવા લાગ્યા. પેાતાની ધર્મ સત્તાના કેટલા બધા વિસ્તાર હતા તે સંબધી પરસ્પર સપના અભાવે જૈનાની મહા સભા ભરીને જૈનાચાર્ય અને સાધુએ વિચાર કરી શકયા નહિ. તે પણ તેઓએ જનધર્મનું સાહિત્ય વધારવા જે આત્મભેગ આપ્યા છે તેના તેા કઢિ ઉપકાર ભૂલી શકાય તેમ નથી.
તે વખતે દિગમ્મર જેનાનું દક્ષિણમાં ઘણું જોર હતું. ઇસ્વીસનના પહેલા સૈકાથી તે દશમા સૈકા સુધી મદ્રાસ ઇલાકામાં જેનેાની વસ્તી સૌથી વધુ
હતી. મદુરા, પાંડય વગેરેદેશાને રૈનાએ રાજા પુરા પાયા છે. ઇ. સ.ના દશમા સૈકામાં શૈવ અને અેના વચ્ચે ધર્મ સંબંધી સ્પર્ધા ચાલી હતી. આજની માફ્ક કેવલ ધર્મની ચર્ચા ચાલતી હતી એમ નહિ; પરન્તુ તે વખતે યુરોપીય દેશામાં બન્યું છે તેમ મદ્રાસ ઇલાકામાં પણ ખૂનખાર ધ યુદ્ધો થયા હતા. શૈવ અને જૈને વચ્ચે ધર્મ યુદ્ધો થયાં અને તેનું પરિણામ એ આવ્યું કે તે ભાગમાં વસનારા હજારો જૈનેને રીબાવી રીબાવીને મારવા માં આવ્યા અને જેમનું મનેાખલ નિર્મળ હતું તેએ અન્ય ધર્મ માં (શૈવધર્મ માં) વટલાઈ ગયા. અને જે બાકી રહ્યા તેમને દાસ મનાવવામાં આવ્યા. આવા દાસ અનેલા અસલના જેના પૈકી હાલ તેઓ નવકાર જાણે છે અને તેઓ પેાતાના અસલ જનધર્મ છે એમ જણાવે છે. આ લેાકેાને “ પેરીઆ ” કહે છે અને તેમની મદ્રાસ ઇલાકામાં આઠ લાખના આસરે સંખ્યા છે,
આ મામતના ઈતિહાસ શે। પુરાવા આપે છે તે આપણે તપાસીએ.
<< હાલાસ્ય મહાત્મ્ય નામના પ્રાચીનતામીલ ગ્રન્થના ૬૮ માં પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે—જ્ઞાનપૂર્ણ નામના એક યુવાન શૈવ સન્યાસીએ આઠ હજાર દ્રાવીડ જૈન સાધુઓને પેાતાના મતમાં આ પ્રમાણે લીધા. પાંડય દેશના રાજાની રાણી અને મુખ્ય પ્રધાન કુલખ ધન તે યુવાન સન્યાસી પાસે જઇને કહેવા લાગ્યા કે જૈન સાધુએને ઉખેડી નાખા. કારણુ કે તેઓ નગ્ન કરે છે, હાથમાં માર પીંછીઓ રાખે છે અને વેઢાની નિન્દા કરે છે. પછી તે સન્યાસી અને જણને શિવ મંદીરમાં લઇ જાય છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org