Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૧૩૧ જાતને પ્રતિબંધ નડતો નથી. અને એ પ્રતિમાને અવલંબન તરીકે મનાવવાથી બાળજીને ધર્મભ્રષ્ટ થતાં બચાવી શકાશે. આમ શુભ હેતુએ તેમણે મૂર્તિ પૂજાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી.
જેમ એક નાના બાળકને તેના વડીલે પિતાની સગવડ ખાતર કે બાળકના આનંદને ખાતર અમુક જાતના રમકડાં રમવાને આપ્યા હોય, અને તેનાથી બાળક રમતું હોય, તેવામાં એ રમકડાં તરીકેની કેઈ એક વસ્તુની તેના વડીલને જરૂર પડે ત્યારે જે એમને એમ એ રમકડું બાળક પાસેથી છીનવી લેવામાં આવે તો તે બાળક રડવા લાગે અને કછો કરે. તેમ ન થવા પામે એટલા ખાતર એક રમકડું લેવા માટે બાળકને બીજુ રમકડું આપવું પડે છે. એટલે નવાં રમકડાંની લાલચે પ્રથમનું રમકડું હાથમાંથી બાળક મૂકી દે છે; એજ રીતે બાળજીવોને અન્ય દર્શનીઓની મૂર્તિ–પ્રતિમા પ્રત્યે થતી શ્રદ્ધા અટકાવવા માટે સુવિહિત આચાર્યોએ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાનું અવલંબન બતાવ્યું. અને તેનું જે પરિણામ મેળવવા આચાર્યોએ ધાર્યું હતું તે પરિણામ કેટલેક અંશે આવ્યું પણ ખરું; અર્થાત જિનેશ્વરદેવની પ્રતિમાની સ્થાપના અને તેની પ્રવૃત્તિથી ઘણું જેને જૈનેતર થતા અટક્યા. અને તેમ કરવામાં એ આચાએ જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી.
ધર્મોન્નતિની અને ધર્મ રક્ષણની પ્રબળ લાગણીના આવેશમાં આચાર્યોએ પ્રતિમાની–જિનેશ્વરદેવની મૂર્તિની સ્થાપના કરી; પણ તેનું ભાવિ કેવું આવશે? તેનો તે વખતે તેમણે જરાએ વિચાર ન કર્યો. તેમજ સિદ્ધાન્તની-શ્રી વીતરાગ દેવની આજ્ઞાને પણ શાન્ત ચિત્તે વિચાર ન કર્યો.
શ્રી વીતરાગદેવે અનુગદ્વાર સૂત્રમાં ચાર નિક્ષેપનું વર્ણન કર્યું છે. તે યથાર્થ છે, પણ તેમાં (૧) દ્રવ્યનિક્ષેપ, (૨) નામ નિક્ષેપ, અને (૩) સ્થાપના નિક્ષેપ એ ત્રણે નિક્ષેપને શ્રી પ્રભુએ “અવશુ?” એટલે નિરૂપયેગી કહીને તેને આત્મહિતનાં કઈ પણ સાધન તરીકે માન્યા કે કચ્યા નથી. માત્ર જાણવા પુરતાજ નામ નિર્દેશ કરેલ છે. અને એવી તો ઘણું બાબતે માત્ર જાણવા પૂરતી જ હોય છે. ઘણે ઠેકાણે શ્રી તીર્થંકરદેવે “શાળવવા ન હાથa' કહીને આત્માને ઉપયેગી કાર્યને ગ્રહણ કરવાનું અને બીન ઉપયોગી વસ્તુને ત્યાગવાનું સૂચન કર્યું છે. એ રીતે પ્રથમનાં ત્રણ નિક્ષેપ માત્ર જાણવા પૂરતાજ કહેલ છે. જ્યારે માત્ર એક “ભાવ નિક્ષેપ” જે ગુણયુક્ત છે, તેનેજ આત્મકલ્યાણ સાધક ગણી ઉપયોગી અને આદરણીય કહેલ છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ આદિ સૂત્રોમાં પણ એ વાતની સાબિતી મળી રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org