Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૩૯ કમઠને વંદન કરવા જવાની ઈચ્છા થઈ તે વાત પાકુમારે જાણે, તેથી તેમણે પિતાની માતા પાસે આવી વંદન કરી કહ્યું કે માતાજી ચાલે, હું તમારી ઈચ્છા પૂર્ણ કરું. પુત્રને વિનય ગુણ દેખી વામાદેવી અત્યંત ખુશી થઈ, અને તાપસને વંદન કરવા જવા માટે તૈયાર થઈ. બંને જણે હાથી પર બેસી ગંગા કિનારે જ્યાં કમઠ તાપસ તપ કરતો હતો, ત્યાં આવ્યાં. વામાદેવી કમઠ તાપસને દેખી વારંવાર નમન કરવા લાગી. પરન્તુ પાર્શ્વકુમાર તે ઉભા જ રહ્યા. આથી કાંઠે કહ્યું કે કુમાર ! કેમ વંદન કરતા નથી ? ત્યારે કુમારે કહ્યું કે અજ્ઞાન તપ તપનારને વંદન કરવાથી શું લાભ થાય ! કેમકે તમે તો અજ્ઞાન તપ તપે છે. આ સાંભળી કમઠે કહ્યું આવું અઘેર તપ હું કરૂ છું છતાં તમે તેને અજ્ઞાન તપ કેમ કડો છે ? પાશ્વકુમારે કહ્યું કે-હે કમઠ! જ્યાં સુધી જીવાજીવનું જાણપણું નથી, ત્યાં સુધી દયા કેવી રીતે પાળી શકાય ? માટે હે કમઠ ! તારામાં બિલકુલ દયા છે જ નહી. જે ! આ લાકડામાં નાગ અને નાગણી બળી રહ્યાં છે ! તે સિવાય અન્ય ઝીણા ત્રશ છો તે અસંખ્ય છે અને સ્થાવર જીવોની તે સંખ્યા જ નથી. તે એવા દયાહીણું તાપસને વંદન કેમ કરાય ? ત્યારે કમઠ ક્રોધથી લાલચોળ થઈ બોલી ઉઠયે નાગ કયાં બળે છે, તે મને બતાવ. આ સાંભળી તરત જ પાર્શ્વકુમારે તે અગ્નિમાંથી એક મોટું બળતું લાકડું બહાર ખેંચી કાઢયું અને તેને ફાડતાં તેમાંથી અર્ધ બળતાં અને દુઃખથી તરફડતાં નાગનાગણી બહાર નીકળી આવ્યા. આ દખ્ય ઈ વામાદેવી તથા ત્યાં આવેલા સેંકડો લેકનાં હદયે કંપી ઉઠયા અને સૌ કોઈ તાપસને ધિક્કારવા લાગ્યા. તે જ સમયે પાકુમારે નીચે બેસી નાગ નાગણના કર્ણમાં નવકાર મંત્ર સંભળાવ્ય, નાગે તે મંત્ર સદ્ભાવ પૂર્વક સાંભળે, જેના પ્રભાવે અ૫ કાળમાં તે મરણ પામીને ધરણેન્દ્ર નામે દેવ થયો.
વામાદેવી અને પાર્શ્વ કુમાર ઘેર આવ્યા, પાર્શ્વકુમારે સંસાર ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. વષીદાન આપવું શરૂ કર્યું. સમય થતાં દીક્ષા લઈ ચાલી નીકળ્યા અને પૃથ્વી પર પર્યટન કરવા લાગ્યા. એકદા સમયે ઉગ્ર તપ કરવા માટે જળવિનાની એક મહાન નદીના મધ્ય ભાગે તેઓ ધ્યાન ધરી અડગ આસને સ્થિર ઉભા રહ્યા.
આ તરફ કમઠ તાપસે અપમાન પામવાથી ક્રોધાવેશમાં આવી અન્નજળને ત્યાગ કર્યો. પરિણામે અસમાધિપણે તે મરણ પામીને મેઘમાળા નામનો દેવ થયે. ત્યાં વિલંગ જ્ઞાનના ગે ઉપગ મૂકીને જોતાં તેણે પાર્થ મુનિને નદીના મધ્ય ભાગે ધ્યાનસ્થ ઉભેલા જોયા. તરતજ પૂર્વનું વર વાળવાની તેનામાં દુબુદ્ધિ જાગી. એટલે તેણે મુશળધાર વરસાદ વરસાવવા માંડે. સર્વ સ્થળે પાણી પાણી થઈ રહ્યું. નદીમાં પાણીનો પ્રવાહ ધોધબંધ વહેવા લાગ્યો અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org