Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
કંટાળીને મારી માતા મને ત્યજી દેશે. આ વિચાર કરી તેણે ત્યારથીજ રડવું શરૂ કર્યું. માતા તેને વારંવાર સમજાવવા લાગી, છતાં વજીનું રૂદન તો કઈ રીતે બંધ ન થયું તે નજ થયું.
હવે સુનંદાના ભાઈ “આય સમિતિ” તથા તેના પતિ શ્રી ધનગીરી વગેરેએ શ્રી આર્યદિન મહારાજ પાસે દીક્ષા લીધી હતી, તે સર્વે મુનિવરે એકદા ફરતા ફરતા અવનિકા નગરીમાં પધાર્યા. ગોચરીને સમય થતાં આસમિતિ તથા ધનગિરી એ બંને મુનિઓએ ગુરૂદેવ પાસે ગૌચરી જવાની આજ્ઞા માગી. ત્યારે ગુરૂદેવે જ્ઞાન બળથી જાણીને તેઓને કહ્યું કે આજે તમને કંઈક ઉત્તમ વસ્તુને લાભ થશે. માટે તમને સચેત કે અચેત જે કાંઈ વસ્તુની પ્રાપ્તિ થાય તેને તમારે મારી આજ્ઞા માની સ્વીકાર કરો. આ પછી ધનગિરી આદિ બંને મુનિઓ સુનંદાને ઘેર આવ્યા ત્યારે એક પડોશણ સ્ત્રીએ જઈ સુનંદાને કહ્યું કે – આ ધનગિરીજી આવ્યા છે, માટે તેમને તું આ પુત્ર કે જે તને બહુ રંજાડે છે તે આપી દે. આ સાંભળી કંટાળી ગયેલી તે સુનંદા તરત પુત્રને હાથમાં લઈ ધનગિરી પાસે આવી અને કહ્યું – આ તમારો પુત્ર આખો દિવસ રડી રડીને મને હેરાન હેરાન કરી નાખે છે, હું તેનાથી કંટાળી ગઈ છું; માટે તમે આ પુત્રને લઈ જાઓ, જેથી હું દુઃખમુકત થાઉં. આ સાંભળી ધનગિરીએ કહ્યું:- તું જે આ પુત્ર અમને આપીશ, તે પાછળથી તને પશ્ચાતાપ થશે. અને તે તેને લઈ જઈશું, પરંતુ તેને તે પુત્ર ફરી પાછો મળશે નહિ. બોલ, હવે શું વિચાર છે ? કંટાળેલી સુનંદાને તે આગળ પાછળનો કાંઈપણ વિચાર કર્યા સિવાય તે પુત્રને લઈ જવાનો જ આગ્રહ કર્યો, આથી ધનગિરીએ કેટલાક પાડોશીઓને સાક્ષી રાખીને તે પુત્ર લીધે અને ઝોળીમાં મૂકયે, કે તરતજ તે વા પુત્ર છાનો રહી ગયો. તેને લઈને બંને મુનિવરે ઉપાશ્રયે ગુરૂ પાસે આવ્યા અને બાળક મળ્યાની સર્વ હકીકત કહી સંભળાવી. ગુરૂએ તે બાળકને સાધ્વીજી મારફત એક ગૃહસ્થ શ્રાવિકાને સેં . ત્યારબાદ તે મુનિવરે અન્યત્ર વિહાર કરી ગયા. સર્વ શ્રાવિકાઓ એકત્ર મળી તે બાળકને ઉછેરવા લાગી. થોડાજ દિવસમાં તેની કાંતિ પ્રબળ તેજસ્વી થઈ. એકવાર સુનંદાએ શ્રાવિકાઓ પાસે પોતાના તે પુત્રને જે તેથી તેણે પિતાને તે પુત્ર સુપ્રત કરવાનું શ્રાવિકાઓને કહ્યું. શ્રાવિકાઓએ જણાવ્યું કે અમે નથી જાણતા કે આ પુત્ર તમારા હાય, અમને તો ગુરૂ મહારાજે આ પુત્ર થાપણ તરીકે રક્ષણ કરવા સોંપે છે, માટે અમારાથી તેમની રજા વગર તમને પુત્ર કેમ પી શકાય? પરંતુ જ્યારે સુનંદાએ એ હઠ લીધી ત્યારે તેમણે કહ્યું કે તું અમારે ઘેર આવીને ખુશીથી પુત્રને રમાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org