Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
શિકે છે, ધવા શકે છે, હસાવી શકે છે. વગેરે. આ ઉપરથી તે સુનંદા રેજ તે શ્રાવિકાઓને ત્યાં જવા લાગી, અને પુત્રને જોઈ સુખ અનુભવવા લાગી.
વજકુમાર જ્યારે ત્રણ વર્ષનો થયો, ત્યારે ધનગિરી આદિ મુનિવર ફરી પાછા અવન્તિકા નગરીમાં આવ્યા. સુનંદાએ પ્રથમ વિચાર કર્યો હતો કે ધનગિરીજી વગેરે પુન: પધારશે ત્યારે હું મારા પુત્રની માગણી કરીશ. આથી આ વખતે બરાબર તેઓને આવેલા જાણી સુનંદાએ ધનગિરી પાસે પોતાના પુત્રની માગણી કરી. ત્યારે ધનગિરીએ કહ્યું:અરે ભેળી ! અમારી ઈચ્છા વિના તેં તારી મેળેજ તે પુત્ર અમને સેપે છે, તો હવે વમેલા ભેજનની પેઠે તેને તું પાછો લેવાની કેમ ઈચ્છા કરે છે ? આ સાંભળી સુનંદા વિચારમગ્ન બનીને ઘેર પાછી આવી ત્યારે તેનું દયાઢું મુખ જોઈને લોકોએ કહ્યું કે આ બાબતનો ન્યાય તે રાજાજ કરી શકે; માટે તું રાજા પાસે જઈને ફરિયાદ કર. આથી તે સુનંદા પોતાની સાથે કેટલાક માણસોને લઈ રાજા પાસે આવી અને ધનગિરી સાધુ પાસેથી પિતાને પુત્ર પાછો અપાવવાની આજીજી કરી. આ સાંભળી રાજાએ ધનગિરીને બોલાવ્યા; એટલે ધનગિરી સંઘ સહિત રાજસભામાં આવ્યા. ઉભય પક્ષની દલીલ સાંભળીને છેવટે રાજાએ ન્યાય આપે કે જેના લાવવાથી આ બાળક જેની પાસે જાય, તેને જ તે પુત્ર સ્વાધીન કરે. આ ઉપરથી પ્રથમ સુનંદાએ ભાતભાતનાં રમકડાં, મેવા, મિઠાઈ આદિ વસ્તુઓ બતાવીને તે બાળકને પિતાની પાસે બેલાવ્યું, પણ વયકુમાર તો જ્ઞાનવાળે હતો, તેથી તે સુનંદા પાસે ગયા નહિં; તે સાથે તેને એ પણ વિચાર થયો કે માતાના ઉપકારનો બદલે કઈ રીતે વાળી શકાય તેમ નથી, અને જે હું આ વખતે તેમની પાસે નહિં જાઉં તો તેમને ઘણુંજ દુ:ખ થશે; પરંતુ અત્યારના સંગે જે હું માતાની દયાને આધીન થઈ ગુરૂદેવની ઉપેક્ષા કરીશ, તો શાસનની હેલના થશે, તેમ મારે સંસાર પણ વધશે, એથી પિતાદેવ પાસેજ જવું ઈષ્ટ છે. એમ ધારી તેણે માતાના પ્રેમ આમંત્રણને અસ્વીકાર કર્યો, અર્થાત્ તે માતા પાસે ગયો નહિ.
પછી ધનગિરી મુનિએ વજકુમારને કહ્યું :–હે વજી ! જે તમારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તો આ ધર્મધ્વજ રૂપ રયહરણ (જે હરણ) ને ગ્રહણ કરે. તે સાંભળી વાકુમારે તત્કાળ યહરણ લઈને નૃત્ય કરવા માંડયું અને તે ધનગિરીના ખોળામાં જઈ બેઠા. તરતજ રાજાએ કહ્યું : બસ, ન્યાય થઈ ગયો. એ રીતે તે પુત્ર ધનગિરીને સંપા. પછી સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વયર કુમારે બાળપણમાં જ અગીયારે અંગેનો અભ્યાસ કરી લીધું.
જ્યારે તે આઠ વર્ષનો થયો, ત્યારે ગુરૂદેવે તેને દીક્ષા આપી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org