Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
વાસ્વામીને જન્મ વીર સં. ૪૬૮માં થયો હતો. આઠવર્ષ ગૃહવાસમાં રહી દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તરતજ આચાર્ય પદવી મળી હતી. તે પદવી તેમણે ૧૦૮ વર્ષ ભેગવી. સર્વ આયુષ્ય ૧૧૬ વર્ષનું ભેગવી દક્ષિણ દેશમાં આવેલા “સ્થાવત” નામના પર્વત પર જઈ અનશન કરી વીરાત્ ૫૮૪ વર્ષે (વિક્રમ સં. ૧૧૪ ) તેઓ સ્વર્ગવાસ પામ્યા.
બૌદ્ધ રાજાના સમયમાં તેમણે દક્ષિણમાં જૈન ધર્મને ઘણેજ પ્રચાર કર્યો હતો. વાસ્વામી સ્વર્ગે પધાર્યા પછી “અર્ધનારા સંઘયણ” અને દશપૂર્વનું જ્ઞાન વિચ્છેદ ગયું હતું.
જૈન રા . | મીસીસ બેસન્ટ જેનધર્મ સંબંધી પિતાના ભાષણમાં જણાવે છે કે
આગળ જણાવ્યા પ્રમાણે દ્વીપકલ્પ (હિંદ)ના આખા દક્ષિણ ભાગમાં થઈને નીચે પ્રસરતા જૈને દક્ષિણ હિંદુસ્તાનમાં આવી પહોંચ્યા. મદુરા, ત્રિચીનેપલ્લી, અને દક્ષિણ હિંદુસ્તાનના બીજા ઘણા દેશોને તેઓએ રાજા પૂરા પાડ્યા છે.” આ પ્રમાણે ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં જૈન પ્રજાનું પૂર્વ ઘણું જોર હતું એમ સિદ્ધ થયા વિના રહેતું નથી.
જ્યારે હિંદુસ્તાન પર શિથિયન લોકોની સવારીઓ આવી, તે વખતે હિંદુસ્થાનમાં ઘણું જૈન રાજાઓ હતા. કાઠીયાવાડમાં પણ વલ્લભિપુરના ભંગ પહેલાં ઘણું જૈન રાજ્ય હતા. વિક્રમ સંવત પહેલા ગુજરાતમાં પંચાસર અને વડનગર એ બે જુના નગર હતા. અને ત્યાં થનારા રાજાઓ જનધર્મ પાળતા. વિક્રમ સંવત પર૩માં ગુજરાતની ગાદી વડનગરમાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. તે જેનધમી હતો. તેને પુત્ર મરણ પામવાથી તેને ખૂબ શેક થયે હતો. તે શેક ટાળવાને માટે ધ્રુવસેન રાજાએ રાજસભામાં ક૯પસૂત્રની વાંચના કરાવી હતી. એમ કલ્પસૂત્રમાં લખ્યું છે. વાસ્વામી વિક્રમરાજાની પહેલી સદીમાં થયા હતા. તે વખતે મહાપુરીનો રાજા બૌદ્ધ ધમાં હતો તેને શ્રી વાસ્વામીએ જેનધમી બનાવ્યા હતા. માળવા, મારવાડ વગેરે દેશના રાજાઓ વિકમ સં. પહેલાં જનધર્મ પાળતા હતા. ધર્મદાસ ગણિ મહારાજ જે વીરપ્રભુના વખતમાં વિદ્યમાન હતા. તે એક રાજાના પુત્ર હતા. તેમના દેશમાં પણ જૈનધર્મ પ્રસરેલ હતે. કાલિકાચાર્યના વખતમાં માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, લાટ અને દક્ષિણ દેશના રાજાઓ જૈન હતા, એમ તેમના ચરિત્રથી સિદ્ધ થાય છે.
કાલિકાચાર્ય ત્રણ થયા હોય એમ સમજાય છે. ગર્દભિલ્લ રાજા કે જે ઉજજયિની નગરીમાં રાજ્ય કરતો હતો. તેણે કાલિકાચાર્યની બહેન જે સાધ્વી થઈ હતી તેને પોતાના અંતઃપુરમાં ( જનાનખાનામાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org