Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
૪૪
વેદના સર્વ અર્થન જાણનાર મહાપંડિત હતા. તેઓના મનમાં એવું અભિમાન હતું કે અમે સર્વજ્ઞ છીએ, સર્વ શાસ્ત્ર પારંગત છીએ, સમસ્ત પૃથ્વી પર અમારા જેટલું ધર્મતત્ત્વ સમજવાને કોઈ સમર્થ નથી. એમ સર્વજ્ઞાપણાના અભિમાને યજ્ઞનું સર્વ કાર્ય તેઓ કરાવી રહ્યા હતા આટલું છતાં ઉંડે ઉંડે વેદના કેટલાક પદેના અર્થોમાં તેઓને સંશય રહ્યો હતો, પણ સૌ સર્વજ્ઞ પણાના પોતપોતાના ગુમાને એકબીજાને પૂછતા નહિ.
એવામાં તે સમર્થ પંડિતોએ લેકો દ્વારા જાણ્યું કે શ્રી મહાવીર નામને એક સમર્થ અને સર્વજ્ઞ પુરુષ આ નગરમાં આવ્યું છે, જે ત્રણે કાળનું જ્ઞાન ધરાવે છે, મહા વિદ્વાન છે અને સૌ કોઈને સંદેહ ભાંગે છે. પ્રભુ મહાવીરના સાચા સર્વજ્ઞાપણાની લોકો દ્વારા થતી વાત આ અગીયાર પંડિતોથી સહન ન થઈ; પોતાનાથી અધિક જ્ઞાન અને તે સર્વજ્ઞાન (કેવળ જ્ઞાન) ધરાવનાર કે બીજી વ્યક્તિ છે, એ શબ્દએ તેમના હૃદયમાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી; આથી તેઓમાંના એક અગ્રેસર ઇંદ્રભૂતિએ વિચાર્યું કે હમણા જ હું જઈને સર્વજ્ઞાપણાનું તેનું મિથ્યાભિમાન ઉતારી નાખ્યું અને તત્વવાદમાં તેને પરાજય કરીને લેકમાનસની દ્રષ્ટિએ હલકે પાડું. એમ ધારી તે ઈન્દ્રભૂતિ શ્રી મહાવીર પાસે આવ્યા; તેને દૂરથી આવતો જોઈને પ્રભુ મહાવીરે તેને તેના નામાભિધાનથી બાલાજો; આ સાંભળી ઇંદ્રભૂતિ વિચારમાં પડશે કે અહ! શું આ મહાવીર સર્વજ્ઞ હશે, તેને મારા નામની શી ખબર? પણ પુનઃ તેણે વિચાર્યું ! બરાબર છે; હું તો સમસ્ત આર્યાવર્ત પર સુવિખ્યાત રહ્યો; એટલે મારું નામ જગજાહેર હોઈ તે જાણે એ સ્વાભાવિક છે; આમ પણ તેને સંશય તો ન ટળે. એટલે પુનઃ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે કહ્યું –હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં વેદના અમુક પદના અર્થોમાં સંશય રહ્યો છે, તેને સ્પષ્ટ અર્થ હું કહું તે સાંભળે. એમ કહી શ્રી મહાવીરે તે પદોના અર્થો સ્પષ્ટ રીતે ઇન્દ્રભૂતિને સમજાવ્યા; ઇન્દ્રભૂતિ આશ્ચર્ય પામ્ય અને પોતાનું સર્વપણાનું માન મૂકી, પ્રભુના ચરણમાં ઢળી પડ્ય; એટલું જ નહિ પણ તે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષિત બની તેમને શિષ્ય થયે. આ ખબર બીજા અગ્નિભૂતિ નામના પંડિતે સાંભળી; તેથી તે પણ પ્રભુ પાસે આવ્ય; અને શંકાનું સમાધાન કરી પ્રભુને શિષ્ય બન્યો. અનુક્રમે અગ્યારે પંડિતે એક પછી એક શ્રી મહાવીર પાસે આવ્યા, અને પોતપોતાનું અભિમાન ત્યજી દીક્ષિત થયા; અને શુદ્ધ સમ્યક્રચારિત્ર રૂપ ધર્મનું આરાધન કરવા લાગ્યા. પ્રભુએ એ બધાયે વિદ્વાન દીક્ષાધારીઓને જૈન સિદ્ધાંતના પારંગામી બનાવી ગણધર પદ પર સ્થાપ્યા; એટલે તે અગીયારે ગણુધરે, કે જેમણે એકલા નહિ પણ પિતપતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષા લીધી હતી, તે તે શિષ્ય પરિવારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org