Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
તેનું સમાધાન એ છે કે કૈવલ્યજ્ઞાની પાટારૂઢ થઈ શકે નહિ એ નિયમ હોવાથી, પાંચમા ગણધર શ્રી સુધર્મસ્વામી તેમની પાટે બીરાજયા.
વીર નિર્વાણ પછી બાર વર્ષ સુધી શ્રી ગૌતમ કેવલ્યજ્ઞાની તરીકે પૃથ્વી પર વિચર્યા અને પછી તેઓ મેક્ષ ગયા. હાલ વીરના શાસનમાં સાધુ-સાધી આદિને જે પરિવાર વિચરી રહ્યો છે, તે શ્રી સુધર્મ સ્વામીનો પરિવાર કહી શકાય. એ રીતે વિક્રમ સંવત પહેલાં 100 વર્ષે પ્રભુ મહાવીર ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા અર્થાત્ મોક્ષ પધાર્યા.
EFFFFFFFFFFFFki
પ્રભુ વીર પટ્ટાવલી. FgRgFFFFFFFFFgBUFFFFE
UR
ભગવાન મહાવીરની પહેલી પાટ પર શ્રી સુધસ્વામી બિરાજ્યા. તેમનો જન્મ “કલાગ સન્નિવેશ ” નામક સ્થળમાં “ધમ્મિલ ” નામના વિપ્રને ત્યાં થયે હતો. બાલ્યાવસ્થાથી જ ધર્મ પ્રત્યે તેમની અથાગ રુચિ હોવાથી તેમનું નામ “ સુધર્મ ” તરીકે જનતામાં પ્રસિદ્ધ થયું. યૌવન વય પ્રાપ્ત થઈ ત્યારે પિતાની અનિચ્છા છતાં તેમના માતાપિતાએ “વાસ્ય ત્ર”માં ઉત્પન્ન થયેલી એવી એક કન્યા સાથે તેમનું પાણી ગ્રહણ કરાવ્યું. ઉદાસીન ભાવે સંસારમાં રહેતાં તેમને એક પુત્રી થઈ હતી. સતતુ જ્ઞાનાભ્યાસમાં રહેતા તેઓ ચાર વેદ, શ્રુતિ, સ્મૃતિ, વગેરે અઢાર પુરાણમાં સંપૂર્ણ પારંગત થયા. દિન પ્રતિદિન સંસાર પર તેમની અરુચિ વધતી ગઈ; અને સમય પરિપકવ થતાં સર્વની અનુમતિ લઈ તેમણે સન્યાસપણું અંગીકાર કર્યું અને છેવટે શંકરાચાર્યની પદવી પ્રાપ્ત કરી. પિતાના શિષ્ય પરિવાર સાથે ફરતા ફરતા જ્યારે તેઓ “ જંભિકા ?? નામની નગરીમાં આવ્યા ત્યારે તેમને પ્રભુ મહાવીરનો સમાગમ થયે. જ્યાં તેમની શંકાઓનું સમાધાન થયું. અને પ્રભુ વીર પાસે તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ૫૦ વર્ષ સુધી તેઓ ગૃહવાસ તથા સન્યસ્થપણામાં રહ્યા. દીક્ષા લીધા પછી ૩૦ વર્ષ છમસ્થાવસ્થામાં ગાળ્યા. ત્યારબાદ ૧૨ વર્ષ આચાર્યપદવી જોગવી. અને એ રીતે જનમતની દીક્ષા લઈ, જ્ઞાનદર્શન અને ચારિત્રમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેવલ્યજ્ઞાન થયા પછી આઠ વર્ષ સુધી પૃથક્ પૃથક સ્થળે વિચર્યા. અને પછી નિર્વાણ પામ્યા. એકંદર તેમણે સે વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને ભગવાન મહાવીર પછી ૨૦ વર્ષે તેઓ મેક્ષ પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org