Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
વધુ ઉલ્લેખ હષ્ટિગોચર થ નથી; પણ સમયનું અનુસંધાન વિચારતાં આ હકીકત કેટલેક અંશે સત્ય હોવાનું માની શકાય.
૫ પાંચમી પાટ પર શ્રી યશેભસ્વામી આવ્યા.
તેઓ કાત્યાયન ગેત્રી હતા. ૨૨ વર્ષ ગ્રહવાસમાં રહ્યા. પછી શય્યભવાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. ૨૪ વર્ષ ગુરૂસેવા કરી “બહુસૂત્રી ” થયા. ત્યારબાદ આચાર્યપદ પર આવ્યા. ૫૦ વર્ષ સુધીની આચાર્ય પદવી ભેગવી. એકંદર ૯૬ વર્ષનું આયુષ્ય ભેગવી વીરસંવત. ૧૪૮ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા.
વીર સં. ૯૮ શય્યભવાચાર્યનું સ્વર્ગ ગમન, યશભદ્રસ્વામીને આચાર્યપદ. વીર સં. ૧૦૮ સંભૂતિવિજય સ્વામીની દીક્ષા. વીર સં. ૧૩૯ ચૌદપૂર્વધારી ભદ્રબાહુ (પ્રથમ) સ્વામીની દીક્ષા. વીર સં. ૧૪૬ શ્રી સ્થળિભદ્રજીની દીક્ષા. (૧૫૦ ની સાલને પણ ઉલ્લેખ
મળી આવે છે) વીર સં. ૧૪૮ શ્રી યશોભદ્રજીનું સ્વર્ગગમન, અને શ્રી સંભૂતિ વિજયજીનું
પટારોહણ, ૬ છઠી પાટપર શ્રી સંભૂતિવિજય સ્વામી બિરાજ્યા તેઓ માઢરગોત્રી હતા. ૪૨ વર્ષ સંસારાવસ્થામાં રહી દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સુધી ગુરૂનો વિનય, સેવા ભકિત કરી જ્ઞાન સંપાદન કર્યું. પોતે બહુસૂત્રી હતા, શુદ્ધ સંયમ પાળતા અને પળાવતા, તથા સુવ્યવસ્થિત રીતે ગ૭ને નિર્વાહ કરતા. ત્યારપછી ૮ વર્ષ સુધી આચાર્યપદવી ભોગવી. એકંદર ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર સં. ૧૫૬ માં તેઓ સ્વર્ગસ્થ થયા.
૭ સાતમી પાટપર શ્રી ભદ્રબાહુ સ્વામી આવ્યા, તેમણે ૪૫ વર્ષ સુધી ગુડવાસમાં રહ્યા પછી દીક્ષા ગ્રહણ કરી. ૧૭ વર્ષ સુધી ગુરૂદેવને મહાન વિનય કરી ચતુર્વિધ સંઘમાં માન પામ્યા. ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. અર્થાત્ તેઓ શ્રુતકેવળી કહેવાયા. ૧૪ વર્ષ સુધી આચાર્યપદે રહી વીરાત્ ૧૭૦ માં ૬૬ વર્ષનું આયુષ્ય ભેગવી સમાધિ પરિણામે કાળ ધર્મ પામ્યા.
ભદ્રબાહુ સ્વામી ” માટે કેટલાકને શંકા છે કે ભદ્રબાહુ સ્વામી એક થયા છે કે બે? તેના સમાધાનમાં ભદ્રબાહ સ્વામી બે થયા છે તેવું સ્પષ્ટ પ્રમાણ મળી આવે છે. ચંદ્રગુપ્ત રાજાને સોળ સ્વપ્નના અર્થ કહેનાર “ભદ્રબાહુસ્વામી” વીરાત્ ૧૭૦ માં સ્વર્ગગમન કરી ગયા તે પ્રથમ ભદ્રબાહુ સ્વામી; અને બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org