Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
Ge
આ સાંભળી સ્થળિભદ્રજી આદિ પાંચ મુનિવરે ત્યાં જવા માટે તૈયાર થયા. ચતુર્વિધ શ્રી સંઘને આદેશ લઇ, ત્યાંથી વિહાર કરી ઉક્ત મુનિવરે થોડા જ વખતમાં શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે આવી પહોંચ્યા.
ત્યાં ગયા પછી વિનય સહિત ગુરૂદેવને વંદન, નમસ્કાર કરી તેમણે જ્ઞાનની ભિક્ષા માગી. ગુરૂદેવે પણ આગંતુક મુનિવરને વિનયવંત, બુદ્ધિવંત અને પ્રજ્ઞાવંત સમજીને જ્ઞાનાભ્યાસ આપ શરૂ કર્યો. સર્વ મુનિવરો વિગયાદિને ત્યાગ કરી જ્ઞાન સંપાદન કરવાના કાર્યમાં લાગી ગયા. અભ્યાસ કરતાં કરતાં ચાર મુનિવરે તે કંટાળી ગયા; અને અભ્યાસ કરે છેડે દીધે, પરંતુ સ્થળભદ્રજી હતાશ ન થતાં ઉત્સાહભેર આગળ વધવા લાગ્યા. પરિણામે તેમણે અ૯૫ વખતમાં ૧૦ પૂર્વનું જ્ઞાન મેળવી લીધું. ૧૧ મું પૂર્વ શરૂ કર્યું, તેવામાં એક દિવસ એકાન્ત મળતાં તેમણે પોતાની વિદ્યા અજમાવવાનો વિચાર કર્યો; અને વિદ્યાના બળે તેમણે પોતાનું માનવસ્વરૂપ ફેરવી સિંહનું સ્વરૂપ ધારણ કર્યું. આસપાસ રહેલા મુનિવરો સિંહને દેખી ભયબ્રાંત થયા; પિતાની વિદ્યા સાચી છે એની ખાત્રી કરી તરતજ સ્થળિભદ્રજીએ પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. આ વાતની ભદ્રબાહુ સ્વામીને ખબર પડી ગઈ, તેથી તેમણે વિચાર્યું કે હવે યુલિભદ્રજી આદિ ઉચ્ચ પ્રકારની વિદ્યા જીરવી શકવાને સમર્થ નથી, માટે હવે વિદ્યા આપવી યોગ્ય નથી.
બીજે દિવસે સ્યુલિભદ્રજીએ આવી, વંદણા નમસ્કાર કરી વાંચના યાચી, પરંતુ શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે તમે હવે વિદ્યા ગ્રહણ કરવાને લાયક રહ્યા નથીઆ સાંભળી સ્થળિભદ્રજી સમજી ગયા કે આ મારી ભૂલનું જ પરિણામ છે, એમ ધારી પોતાની ભૂલની ક્ષમા યાચતાં પુન: વારંવાર વિનંતિ કરી, પરંતુ ગુરૂદેવ તે એકના બે થયાજ નહિ; તેમણે તે સાફ સાફ સ્થળિભદ્રજીને વિદ્યા આપવાનો ઈન્કાર કર્યો. આ વાતની શ્રાવકોને ખબર પ; એટલે પુનઃ શ્રાવકેએ તથા સ્થળિભદ્રજીએ શ્રી ભદ્રબાહુ સ્વામીને વિનંતિ કરી, ત્યારે તેમણે સ્થળભદ્રજીને બાકી રહેલા ચાર પૂર્વેની વાંચશું આપી; પરંતુ તેનો અર્થ કે રહસ્ય સમજાવ્યું નહિ, એટલું મળવાથી પણ શ્રાવકસાધુએ સંતેષ પામ્યા. ત્યારબાદ સ્થળિભદ્રજી આદિ પાંચ મુનિવર ગુરૂ આજ્ઞા લઈ ત્યાંથી વિહાર કરી મગધ દેશમાં આવ્યા, અને ગચ્છનો સર્વ ભાર પિતાને માથે લઈ જૈન શાસનને પ્રદિપ્ત કરતા શ્રી સ્થળિભદ્રજી વિચરવા લાગ્યા.
એકદા પૂર્વધારી શ્રી સ્થળિભદ્રજી પોતાના શિષ્યને આગમની વાંચણી આપતા હતા, તે વખતે તેમને એવો વિચાર ઉદ્ભવ્યું કે શાસનહિતાર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org