Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
શ્રી મહાવીર પ્રભુ ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, અને અંતે સંસારની અસારતા સમજી એકાકીપણે તેમણે દીક્ષા અંગીકાર કરેલી; દીક્ષા લીધા પછી તેમને, પૂર્વે બાંધેલા કમોને ભેગવવા ખૂબ પરિષહ સહન કરવો પડયે હતે. છઠ્ઠમસ્તપણામાં વિહાર કરતી વેળાયે સરવણ ગામના રહીશ “ગોશાળો” (શાક) નામને એક પુરુષ તેમને મળ્યો હતો તે પ્રભુની સાથે સાધુવેશ પહેરીને ફરતે. તે બહુ જ અટકચાલો, અને ઉચ્છખલ હોવાથી કે તેને અનાદર કરતા ભગવાન મહાવીર દેવને અનાર્ય જાતિના મુલકમાં પરિભ્રમણ કરતાં, તેમજ ધર્મથી અજ્ઞાત પ્રદેશમાં વિચરતાં લોકો તરફથી ઘણા સંકષ્ટો પડતા તે સર્વ સંકષ્ટો શ્રી મહાવીર શાન્ત મનથી, ધર્યપણે સહન કરતા, અને ભોગાવળી કમ ભેગવી લેતા. આમ અપાર પૈય, શાન્તિ, તપશ્ચર્યા, ઉદારતા વડે તેમણે પોતાનું જીવન ચલાવ્યું હતું.
સાડાબાર વર્ષ ને પંદર દિવસ સુધી તેમણે ઘોર તપશ્ચર્યા કરી. તેમાં ફક્ત ૩૪૯ દિવસ આહાર કર્યો, તેમાં પણ કઈ દિવસ આહાર મળે તે પાછું ન મળે; પાછું મળે તો આહાર ન મળે. કેઈવાર આહારના બદલે મૂ અને અણસમજુ લોકો તરફથી પ્રહાર પણ મળે; આ સ્થિતિ ઓદાસિન્ય ભાવે સહન કરી ઉદય આવેલાં કર્મો શિથિલ કરતા જતા હતા; પ્રભુએ કરેલી ઉપવાસાદિની તપશ્ચર્યાએ સઘળી જ ચૌવિહાર ત્યાગની જ હતી.
આ રીતે કમને કવંસ કરવા કટીબદ્ધ થયેલા પ્રભુ મહાવીરને તપ કરતા થકા, તેરમે વર્ષે વૈશાક શુકલ દશમીને દિવસે, જંભિકાગ્રામ પાસે આવતાં,
જુવાલિકા નામની નદીને કિનારે, શ્યામક નામના ખેડૂતના ખેતરમાં કેવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એટલે જ્ઞાનરૂપી ચક્ષુથી ત્રણે લોકના સર્વ ભાવોને તેમણે જાણ્યા. તે જ સમયે ચોસઠ ઇંદ્રાદિક સર્વ દેવ-દેવાંગનાઓ આવી પ્રભુના કેવલ્યજ્ઞાનને ત્યાં મહત્સવ કર્યો. પ્રભુએ તે વખતે સર્વ દેવને ધર્મોપદેશ આપે; પરંતુ તે ધર્મોપદેશ (દેશના)ને અંતે કઈપણ વૃત ગ્રહણ કરનાર ન મલ્યું; એટલે પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઈ. જેને ઈતિહાસમાં આ એક આછેરું (આશ્ચર્ય) થયું.
બીજે દિવસે પ્રાતઃકાળે પ્રભુ મહાવીર ત્યાંથી વિહાર કરીને પાવાપુરી નગરીમાં આવ્યા. (કઈ કહે છે કે જભિકા નગરીમાં આવ્યા ) તે વખતે સોમિલ નામના એક બ્રાહ્મણે ત્યાં એક મોટો યજ્ઞ આરંભ્ય હતું. તે પ્રસંગે દેશ વિદેશથી ઘણુ બ્રાહ્મણે ત્યાં એકત્ર થયા હતા. તેઓમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમ, મંડિત, મૌર્યપુત્ર, અચલભ્રાતા, મેતાર્ય, અને પ્રભાસ નામે અગીયાર બ્રાહ્મણે ( સન્યાસી-શંકરાચાર્ય) પણ હતા. જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org