Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
પ્રભુ મહાવીરના પિતા શ્રી સિદ્ધાર્થ રાજા અને તેમની રાજધાની ક્ષત્રિયકુંડગ્રામ, એ વિષે વધુ પરિચય આપતાં શ્રી ધી. ટે. શાહ “વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર” નામક પુસ્તિકામાં લખતાં જણાવે છે કે: આજથી અઢી હજાર વર્ષ પહેલાં આર્યાવર્તમાં મગધ અને વિદેહનાં રાજ્ય બહુ બલવાન હતાં. મગધની રાજધાનીનું શહેર રાજગૃહી હતું જ્યારે વિદેહ દેશની રાજધાનીનું શહેર વૈશાલી હતું. બંને શહેરા કલાકોશલ્ય અને સમૃદ્ધિથી ભરપુર હતાં. પરંતુ બંને રાજ્યની પદ્ધતિમાં ફેર હતો. રાજગૃહી એકજ રાજાની સત્તામાં હતું, જ્યારે વૈશાલી લિચ્છવી જતિના ગણતંત્રની સત્તામાં હતું. તેના જુદાં જુદાં પરગણુઓ પર જુદા
જુદા ચુંટાયેલા રાજાઓ શાસન કરતા અને તે બધામાં વૈશાલિન અધિનાયક મુખ્ય ગણાતું. આ સમયે રાજા ચેટક વૈશાલિન અધિનાયક હતા.
વૈભવભરી વૈશાલિ નગરીની પાસે કેટલાંક પરાં હતાં. જેમાં કુંડગ્રામ અને ક્ષત્રિયકુંડ પ્રસિદ્ધ હતાં. હાલના પાટણ શહેરથી ઉત્તર દિશામાં ૨૭ માઈલ દૂર આવેલું “બસાર ” નામનું ગામ એ પ્રાચીન ક્ષત્રિયકુંડનું વંચાવશેષ છે.
આ ક્ષત્રિયકુંડ ગામ પર લિચ્છવી જાતિના જ્ઞાતૃવંશના સિદ્ધાર્થ નામે એક ક્ષત્રિય રાજાનું આધિપત્ય હતું. રાજા સિદ્ધાર્થની હકુમત નાના ભાગમાં હતી, તથાપિ એમની શૂરવીરતા, ઔદાર્ય આદિગુણેથી અન્ય રાજાઓમાં એમનો માન મરતબો ઘણું જ ઉંચો હતો. અને તેથી જ વૈશાલિ પતિ ચેટક રાજાએ પિતાની બહેન ત્રિશલા દેવીને (અહી તેઓએ બહેન લખી છે તે સમજફેર છે પણ બહેન નહિ પણ પુત્રી સમજવી.) એમની સાથે પરણાવી હતી. ચેટક પુત્રી ત્રિશલા દેવી અતિ ગુણવાન તથા રૂપવાન હતી. અને વિદેહદિન્ના, તથા પ્રિયંકા (પ્રિયકારિણું) એવાં બીજાં નામથી પણ ઓળખાતી હતી. આ રાજા રાણી બંને પ્રાચીન કાળથી ચાલ્યા આવતા નિગ્રંથ ધર્મ (જૈન ધર્મ)ના ઉપાસક હતા. અને શ્રી પાર્શ્વનાથના શ્રાવક તરીકે ઓળખાતા હતા.
કીવર્ધમાન (મહાવીર) કુંવરની જન્મ કુંડલી. ગર્ભકાળના સવાનવ મારા વ્યતીત થયા
પછી ઈ. સ. પૂર્વે ૫૯૯ વિકમ સંવત ૫૪૨ વર્ષ ( ૧૦ કે મ X ૮
પહેલાં વસંત ઋતુની એક રળીયામણી રાત્રિએ,
ચૈિત્ર સુદી ત્રદશીને મંગલવારે ઉત્તરા ફાલ્ગની ( ૭ સ,
નક્ષત્રના પ્રથમ ચરણમાં ચંદ્ર આવતા શ્રી ત્રિસલા દેવીએ એક પુત્રને જન્મ આપે, તેજ
વિશ્વ વંદ્ય પ્રભુ મહાવીર. જનમ થયા પછી કેમે ક્રમે વૃદ્ધિ પામતાં વન વય પ્રાપ્ત થયે તેઓ એક રાજાની “શેરા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org