Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
અજિતનાથને બે રાણીઓ હતી ૧ સુમિત્રા અને ૨ યશોમતી. યશોમતીની કુક્ષિએ સગર ચક્કીનો જન્મ થયો હતો. અજિતનાથજીએ વૈરાગ્ય પામીને જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની ગાદીએ સગરચકી આવ્યા, તે સગરચક્રીને જનુકુમાર આદિ સાઠ હજાર પુત્રો હતા. એક સમયે તે કુમારોએ વિચાર્યું કે આપણા ગામને ગોંદરે મહાન એવી એકે નદી નથી. જેથી નગરીની શોભામાં ખામી દેખાય છે માટે આપણે ગંગા નદીના પ્રવાહને અહીં લાવ-એ વિચાર કરીને તેઓ દંડરત્ન લઈ ગંગા નદીના કિનારે આવ્યા અને દંડરત્નને પ્રહાર કર્યો અને ખાઈમાં પાણીનો પ્રવાહ વાળ્યો, પરંતુ એ સમયે ગંગારક્ષક દેવને ક્રોધ થયો તેથી તેણે આવીને તે સર્વ કુમારને બાળી ભમ કર્યા, પછી સગરચક્રીના હુકમથી જનુના પુત્ર “ભગીરથે” દંડરત્નથી તે ગંગાનો પ્રવાહ પાછો જેમ આગળ હતો તેમ વહેતો કર્યો, અને તેથી તે ગંગા નદીનું નામ “જાહ્નવી” અથવા “ભાગીરથી પડયું. ઈતિ.
બી અજિતનાથ તીર્થકર મોક્ષ પહોંચયા પછી, ત્રીસ લાખ કોડી સાગરને આંતરે ત્રીજા શ્રી સંભવનાથ તીર્થંકર થયા. સાસ િનગર (હાલ જેને સ્થાળકોટ કહે છે) ને વિષે જિતાથ રાજા પિતા, સેન્યાદેવી રા માતાની કુંખે જમ્યા. સાઠ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં પંદર લાખ પૂર્વ કુંવર પણ રહ્યા, ચુંમાલીસ લાખ પૂર્વનું રાજ્ય પાલ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી ચૌદ વર્ષે કેવલ્યજ્ઞાન ઉપર્યું, કેવલ્યજ્ઞાન ઉપજ્યા પછી મહિમંડલમાં વિચરી ઘણું ભવ્ય જીવોને સબોધ આપી તાર્યા, છેવટે એક હજાર સાધુ સંઘાતે તેઓ મેક્ષે પધાર્યા. ૩
- ત્રીજા સંભવનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી દશ લાખ કોડી સાગરને આંતરે ચોથા શ્રી અભિનંદન તીર્થકર થયા. વનિતા નગરીને વછે, સંવર રાજા પિતા, સિદ્ધાર્થી રાણી માતાની કુંખે જમ્યા. પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં સાડાબાર લાખ પૂર્વ કુંવર પણે રહ્યા, સાડી છત્રીસ લાખ પૂર્વનું રાજ્ય પાખ્યું અને એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી. પ્રવર્યા લીધા પછી અઢાર વર્ષે કૈવલ્યજ્ઞાન ઉપર્યું અને ઘણું ભવ્ય જીવોને બોધ આપી તાર્યા, ત્યાર બાદ એક હજાર સાધુ સંઘાતે તેઓ મેલે પધાર્યા.
ચોથા અભિનંદન તીર્થકર મેક્ષ પધાર્યા પછી નવલાખ કોડી સાગરને આંતરે પાંચમાં શ્રી સુમતિનાથ તીર્થકર થયા. કુશલપુરી નગરીને વિષે, મેઘરથ રાજા પિતા, સુમંગલાદેવી રાણી માતાની કુંખે જમ્યા. ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં દશ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ઓગણત્રીસ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવજ્યા લીધા પછી વીસ વર્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org