Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
શ્રી મલીનાથનો પાછલો ભવ “મહાબળ” રાજાનો હતો. તેમાં તેમણે દીક્ષિત થયા પછી માત્ર કપટથી એક ઉપવાસ વધારે કરી મિત્ર સાધુઓને ઠગ્યા હતા; આ ધાર્મિક કપટને પરિણામે તેમને સ્ત્રી જાતિમાં જન્મ લેવો પડયો હતા. તીર્થકર કોઈ કાળે પણ સ્ત્રી રૂપે જન્મતા નથી. જેના ઈતિહાસમાં આ એક આછેરું (આશ્ચર્ય) કહેવાય છે.
ઓગણીસમા મલ્લીનાથ તીર્થકર મેક્ષે ગયા પછી ચેપન લાખ વરસને આંતરે વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થકર થયા. રાજગૃહી નગરીને વિષે, સુમિત્ર રાજા પિતા, પદ્દમાવતી દેવી રાણું માતાની કુંખે જમ્યા. ૩૦ હજાર વર્ષનું આયુષ્ય, તેમાં સાડા સાત હજાર વર્ષ કુંવરપણે રહ્યા, પંદર હજાર વરસનું રાજ્ય પાળ્યું, સાડા સાત હજાર વર્ષની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી ૧૧ મહિને કેવલ્યજ્ઞાન ઉપજયું, કેવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સદધ આપી, તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ-મેક્ષ પધાર્યા.
વીસમા મુનિસુવ્રત સ્વામીના સમયમાં પદ્મ” નામે ચક્રવતી, લક્ષ્મણ નામે વાસુદેવ, રામચંદ્રજી નામે બલદેવ તથા રાવણ નામે પ્રતિ વાસુદેવ થયા હતા.
લંકાના રાજા રાવણે દશરથ રાજાના પુત્ર શ્રી રામચંદ્રજીના ધર્મપત્ની સીતાનું હરણ કરવાથી, તેઓ વચ્ચે મહાન્ યુદ્ધ થયું હતું, અને તેમાં છેવટે રાવણને પરાજય થયે હતે.
- વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થકર મેક્ષે ગયા પછી છ લાખ વરસને આંતરે એકવીસમા શ્રી નેમિનાથ તીર્થકર થયા. મથુરા નગરીને વિષે, વિજયરાજા પિતા, વિપુલાદેવી રાણી માતાની કુંખે જમ્યા. દશ હજાર વર્ષનું આયુષ્ય, તેમાં અઢી હજાર વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ હજાર વર્ષનું રાજ્ય પાળ્યું, એક હજાર વર્ષની પ્રવર્યા પાળી. પ્રવર્યા લીધા પછી નવ મહિને કેવલ્યજ્ઞાન ઉપર્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીને સદધ આપી, તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ નિર્વાણુ–મોક્ષ પધાર્યા.
શ્રી નમિનાથ તીર્થકરના સમયમાં “ હરિણ” અને “જય” નામે એક પછી એક એમ બે ચક્રવતી થયા હતા.
એકવીસમા શ્રી નમિનાથ તીર્થકર માલ પધાર્યા પછી પાંચ લાખ વરસને આંતરે બાવીસમા શ્રી નેમનાથ (અરિષ્ટનેમી) તીર્થંકર થયા. સોરપુર નગરને વિષે, સમુદ્રવિજય રાજા પિતા, શીવાદેવી રાણી માતાની કુંખે જમ્યા. તેઓશ્રીનું આયુષ્ય એક હજાર વરસનું હતું, તેમાં ૩૦૦ વર્ષ કુંવરપણે રહ્યા, સાતસો વર્ષની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી ચેપન દીવસે કેવલ્યજ્ઞાન થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org