Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
તે પૂર્વે મહાભારતાદિ રચાયા હતા. સનાતનીઓના કહેવા પ્રમાણે અઢાર પુરાણે વ્યાસજીએ રચ્યાં છે તે તે વ્યાસજીને થયા પાંચ હજાર વર્ષ માનવામાં આવે છે, તેથી સનાતનીઓના પુરાની માન્યતાથી પાંચ હજાર વર્ષ પૂર્વે જૈનેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આર્ય સમાજ વ્યાસનાં બનાવેલાં અઢાર પુરાણે છે એમ માનતા નથી પણ દરેક પુરાણુ રચાયાની સાલ જુદી જુદી આપે છે. તે તેમના મત પ્રમાણે પણ પુરાણોની પૂર્વે જૈનધર્મ હતો એમ પુરાણના કેટલાક કોથી સિદ્ધ થાય છે. તથા વેદમાં પણ શ્રી ત્રાષભદેવ અને તેમનાથ (અરિષ્ટનેમિ) વગેરે તીર્થકરેના નામ દેખવામાં આવે છે. તેથી વેદ રચાયા તે પૂર્વે જૈનધર્મ હતો એમ સિદ્ધ થાય છે. ચાર વેદમાંની ઘણું શાખાઓ નષ્ટ થઈ ગઈ છે. જે પાદ, શાખાઓ, સૂત્ર વગેરે નષ્ટ થયાં છે તેમાં જૈનધર્મ સંબંધી વા તીર્થંકર સંબંધી ત્રાષિએ હકીકત લાવ્યા હશે, કારણ કે હાલ પણ તેમાંથી શ્રી કષભદેવ—અરિષ્ટનેમિ વગેરે નામે મળી શકે છે, તો નષ્ટ થયેલા ભાગમાં જૈનધર્મ સંબંધી પણ કંઈક લખવામાં આવ્યું હશે. આ ઉપરથી કહેવાનો સારાંશ એ છે કે, ચાર વેદ રચાયા તે પૂર્વે જૈન ધર્મ હતો. માટે જ જેનધર્મ પ્રાચીન છે તે નિર્વિવાદ છે.
કાલચક્ર જૈનોનાં શ્રી અંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં શાસ્ત્રકારોએ કાળનું વર્ણન કરતાં કાળને અનંત કહે છે અને તેના બે મેટા વિભાગ પાડયા છે તેને યુગ કહેવામાં આવે છે. તે બે યુગ પૈકી ૧ લો અવસર્પિણી યુગ જેમાં વર્ણગંધ-રસ-સ્પર્શ અને ધર્મને કમે કમે નાશ થાય છે અને પરિણામે સંસારની અંદર અધમ અને બ્રમણાનું સામ્રાજ્ય જામી જાય છે. એ યુગમાં પ્રત્યેક શુભ વસ્તુની અવનતિ થાય છે પરિણામે અન્યાય, અનીતિ, ઝેર, વૈર, નિંદા, ઈર્ષાની વૃદ્ધિ થવાથી કુસંપ વધારી કેર વરતાવે તેવા પ્રાણીઓ પેદા થાય છે અને સત્યનો લેપ થાય છે. ૨ ઉત્સપિણીકાલ. એ યુગમાં, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને ધર્મની ક્રમે ક્રમે ઉન્નતિ થાય છે અને સત્યને પ્રકાશ થાય છે. પ્રત્યેક યુગ છ કાળમાં વિભક્ત હોય છે તેને છ આરા કહેવામાં આવે છે. એ છ આરા ચડઉતર સદૈવ એક ધારાજ ચાલ્યા જાય છે તેમાં કિચિત્ માત્ર વધઘટ થતી જ નથી. એના કામમાં લગાર પણ ફેર પડતો નથી. જેમાં વર્તમાન યુગ જે અવસપિણુના છ કાલ છે તેનાં નામ. ૧ સુખમા–સુખમાં અથાત્ એ કાલમાં ખૂબ સુખ હોય છે, ૨ સુખમા–એ કાલ જેમાં સુખ હોય છે. ૩ સુખમા-દુ:ખમાં, એટલે એ કાલમાં સુખ હોય છે ખરું પણ તેમાં ગર્ભિત અ૯પ દુઃખ હોય છે. ૪ દુઃખમા–સુખમાં એટલે એ કાલમાં દુખ જ હોય છે, પરંતુ તે દુઃખની સાથે કિંચિત્ સુખ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org