Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 9
________________ કરવામાં આવ્યો છે. ત્રીજા વ્યાખ્યાનમાં આચાર્ય દેવને પ્રસ્થાપિત કરેલ નયોના વિભાગોની નૂતન શૈલીનું વર્ણન કરવામાં આવ્યું છે. આગમ સાહિત્યમાં તો ૭૦૦ નયોનું વર્ણન થયેલું હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પરંતુ હાલ તો સાત નવો જ વિશેષ પ્રચલિત છે. પરંતુ આચાર્ય દેવસેને તો નયોના વિભાગમાં નવી શૈલી અપનાવી છે. તેમના મતાનુસાર નિયોઉપનયો અને પેટા નિયોની સંખ્યા ઘણી જ વધી જાય છે. પણ તેનો શાસ્ત્રીય આધાર પ્રાપ્ત થતો નથી. કદાચ નષ્ટ થયેલ સાહિત્યમાં તેના આધારો પણ નષ્ટ થયા હોય. પણ આચાર્ય દેવસેન દિગમ્બર આસ્નાયના હોવાથી દિગમ્બર પરંપરામાં જ તેનું પ્રચલન છે. શ્વેતાંબર પરંપરામાં તો સાત નવો જ પ્રચલિત છે. તેમજ યશોવિજયજી પૂર્વે થયેલ કોઈ જ શ્વેતાંબર જૈનાચાર્યે આ અંગે વિશેષ સમાલોચના કે ઉલ્લેખ કર્યો નથી. માત્ર ઉપા. યશોવિજયજીએ જ આ અંગે વિશેષ ઊહાપોહ કર્યો છે. તેની ચર્ચા ત્રીજા વ્યાખ્યાનમાં કરવામાં આવી છે. આ ત્રણ વ્યાખ્યાનમાં વિશેષ કરી પ્રધાન રૂપે નયની જ ચર્ચા કરવામાં આવી છે. તેથી સમગ્ર ગ્રંથનું નામ જૈનદર્શનમાં નય” એવું રાખવામાં આવ્યું છે. - ભો. જે. વિદ્યાભવન, અમદાવાદનું ભારતીય વિદ્યાને ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન છે. સંશોધન, સંપાદન, અધ્યયન અને અધ્યાપન તથા પ્રકાશન-ક્ષેત્રે પણ સંસ્થાએ વિશિષ્ટ પ્રદાન કર્યું છે. સંસ્થા દ્વારા એક પ્રવૃત્તિ શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા પણ ચાલે છે. આ વ્યાખ્યાનમાળામાં વિદુષી નિયામક ડૉ. ભારતીબેન શેલતે ૨૦૦૧માં મને વ્યાખ્યાનો આપવા આમંત્રણ આપ્યું હતું. તેમની આગ્રહભરી વિનંતિ હું ટાળી ન શક્યો, તે સમયે જૈન દર્શનના મહત્ત્વપૂર્ણ વિષય નય ઉપર વ્યાખ્યાન આપ્યાં. ને આમંત્રણ માટે નિયામકશ્રીનો તથા સંસ્થાનો આભારી છું. ગ્રંથપ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો પણ હું આભારી છું. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જિતેન્દ્ર બી. શાહ અમદાવાદ-૯ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 108